Home Gujarat Proud આ પાટીદાર મહિલા બનશે શક્તિશાળી દેશના ગૃહપ્રધાન

આ પાટીદાર મહિલા બનશે શક્તિશાળી દેશના ગૃહપ્રધાન

0
0
586

આજે અમેરિકા હોઈ કે ઇંગ્લેન્ડ હોઈ કે પછી કેનેડા હોઈ ત્યાં રહેતા મૂળ ગુજરાતી પટેલો ફક્ત ધંધામાં જ નહીં પણ ત્યાના રાજકારણમાં પણ એક્ટિવ થયા છે. આ ફક્ત પાટીદાર સમાજનું જ નહીં પણ આખા ગુજરાતનું ગૌરવ કહી શકાય છે. ગુજરાતનું ગૌરવ: આ પટેલ મહિલા બન્યા બ્રિટનના નવા ગૃહમંત્રી, મોદીના ખાસ ફૈન છે.

લંડનના પૂર્વ વડાપ્રધાન ટેરીસા મેની બ્રેક્ઝિટ રણનીતિના મુખર આલોચકોમાં સામેલ પ્રીતિ પટેલને નવા વડાપ્રધાન બોરિસ જોનસનની કેબિનેટમાં ગૃહ મંત્રી તરીકે નિમણૂક કરાઇ છે. ત્યારે ગુજરાતીઓ માટે સૌથી મોટા ગૌરવની વાત છે. પ્રીતિ કન્ઝરવેટિવ પાર્ટીના નેતૃત્વ માટે ‘બૈક બેરિસ’ અભિયાનના પ્રમુખ સભ્ય હતા અને પહેલેથી સંભાવના હતી કે તેમને નવા કેબિનેટમાં કોઇ મોટી જવાબદારી મળી શકે છે. નવા પદભારની જાહેરાતના થોડાંક કલાકો પહેલાં જ પ્રીતિએ કહ્યું હતું કે એ મહત્વપૂર્ણ છે કે કેબિનેટ આધુનિક બ્રિટન અને આધુનિક કંઝર્વેટિવ પાર્ટીને પ્રદર્શિત કરે.

ગુજરાતી મૂળના નેતા પ્રીતિ બ્રિટનમાં ભારતીય મૂળના લોકોના તમામ મુખ્ય કાર્યક્રમોમાં અતિથિ હોય છે અને તેમણે બ્રિટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મદીના ઉત્સાહી પ્રશંસક તરીકે પણ જોવામાં આવે છે. બ્રિટનના યુરોપિયન સંઘ (ઇયુ)માંથી બહાર થવાના પક્ષમાં જૂન 2016ના જનમત સંગ્રહના નેતૃત્વમાં પ્રીતિ પટેલે વોટ લીવ અભિયાન ચલાવ્યું હતું. પહેલી વખત વિટહૈમથી સાંસદ બનેલા 47 વર્ષના પ્રીતિ પટેલ સૌથી પહેલાં વિટહૈમથી 2010મા સાંસદ તરીકે પસંદ થયા હતા. 2015 અને 2017મા તેમણે આ સીટ પરથી જીત નોંધાવી હતી.

Image Source

તેઓ કેમરૂન સરકારમાં રોજગાર રાજ્યમંત્રી પણ રહી ચૂકયા છે. 29 માર્ચ 1972ના રોજ લંડનમા જન્મ. તેમના માતા પિતા યુગાંડાથી સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવામા આવતા બ્રિટન આવી ગયા હતા. પ્રીતિ પટેલે કીલ યુનિવર્સિટીથી ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન અને એસેક્સ યૂનિવર્સિટીથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યુ છે. જૂન 2014મા ભારતીય વડાપ્રધાન વિરૂદ્ધ એકતરફી રિપોર્ટિંગ બદલ પ્રીતિએ બીબીસીની આકરી ટીકા કરી હતી.

Image Source

ટેરીસા મે સરકારને રાજીનામું આપવું પડ્યું બે વર્ષ પહેલાં એક વિવાદ બાદ પ્રીતિ પટેલને ટેરીઝા મે સરકારમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. જો કે નવેમ્બર 2017મા પ્રીતિ એ ઇઝરાયલના અધિકારીઓની સાથે ગુપ્ત બેઠકોને લઇ ડિપ્લોમેટ્સ પ્રોટોકોલનું ઉલ્લંઘન કર્યું હતું, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય વિકાસ મંત્રીના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. 2018ની સાલમાં સાઝીદ ટેરીસા મે સરકારમાં બ્રિટનના પહેલાં વંશીય લઘુમતી સમુદાયમાંથી આવનાર ગૃહમંત્રી બન્યા હતા.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...       

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…