Home Jivanshaili ઘરમાં મોરપીંછ રાખવાના ફાયદા

ઘરમાં મોરપીંછ રાખવાના ફાયદા

0
0
1,683

એ વાતમાં કોઈ જ શંકા નથી કે જ્યા મોરપીંછ હોય ત્યાં કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા વાસ નથી કરતી. મોરપીંછ લોકોના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. ઈંદ્રદેવની રાજગાદી મોરસિંહાસન છે અને ભગવાન શ્રીકૃષ્ણએ પણ પોતાના મુગટમાં મોરપીંછને સ્થાન આપ્યું છે. એટલે જ આપણા ઘરોમાં પણ મોરપીંછ રાખવાનું ખૂબ જ મહત્વ છે, જે યુગોયુગોથી ચાલ્યું આવે છે અને આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે.

આના પરથી એક વાત તો સાબિત થાય જ છે કે મોરપીંછ આપણા અને આપણા ઘર માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ પણ છે. શાસ્ત્રોમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જે કરવાથી ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે છે. તેમાં કેટલાક ઉપાય મોરપીંછ સાથે સંબંધિત પણ છે. ભગવાન શ્રીકૃષ્ણ પોતાના માથા પર મોરપીંછ હંમેશા ધારણ કરીને જ રાખે છે. આ જ કારણ છે કે મોરપીંછને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. એક પ્રસિદ્ધ જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે મોરનું પીંછું સાથે રાખવાથી વાસ્તુના તમામ દોષો દૂર થઇ જાય છે. તો આજે જાણીએ કે મોરપીંછને ઘરમાં રાખવાના ઉપાયો કયા-કયા છે.

  1. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે જ જોઈ શકાય તેમ મોરપીંછ રાખવું જોઈએ. તેના પ્રભાવથી ઘરમાં પ્રવેશતી નકારાત્મક શક્તિઓ નષ્ટ થઈ જાય છે અને પોઝિટિવ શક્તિમાં વધારો થાય છે.
  2. મોર પીછાનો ઉપયોગ કરીને ભૂત-પ્રેતની છાયામાંથી બચી શકો છો. તેમજ રોગોમાંથી અને અનેક સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.
  3. ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં મોરનું પીંછું લગાવવાથી ઘરમાં બરકત આવવા લાગે છે. તેમજ પરિવારના સભ્યો પર અચાનક આવતી મુશ્કેલીમાંથી બચાવી રાખે છે.
  4. મોરનું પીંછું કોઈપણ મંદિરમાં રાધાકૃષ્ણની મૂર્તિના મુકુટમાં 40 દિવસો સુધી પહેરાવી દો અને રોજ સાંજે માખણ અને મિસરીનો ભોગ ધરાવો. પછી 41મા દિવસે તે મોરપીંછને ઘરે લાવીને તિજોરીમાં રાખી દો. આ પ્રયોગ કરવાથી ઘરમાં રાજા જેવી સુખસાયબીનો અહેસાસ થશે.
  5. મોરપીંછ કાળસર્પ દોષને દૂર કરવાની ક્ષમતા રાખે છે. કાળ સર્પ દોષ ધરાવતા વ્યક્તિએ સોમવારની રાતે 7 મોર પીછા લાવી પોતાની પાસે જ્યાં સુવે છે ત્યાં ઓશિકા નીચે રાખી દેવા. આમ કરવાથી કાળ સર્પ દોષમાથી રાહત મળશે.
  6. શું તમે દુશ્મનથી પરેશાન છો? તો મંગળવાર અથવા શનિવારના રોજ મોરપીંછ પર હનુમાનજીના મસ્તિષ્ક પર લગાવેલ સિંદૂર વડે એ દુશ્મનનું નામ લખીને વહેલી સવારે વહેતા પાણીમાં મૂકી આવવું. આમ કરવાથી દુશ્મન હેરાન નહી કરે. દુશ્મનનો પણ તમારા સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર થઈ જશે.
  7. વિદ્યાર્થીઓએ હંમેશા પોતાની પુસ્તકમાં મોરનું એક પીંછું રાખવું જોઈએ. જેનાથી તેઓની દિવસે ને દિવસે અભ્યાસમાં પ્રગતિ થશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ “અમે ગુજ્જુ ગ્રેટ” લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…