12 જ્યોતિર્લિંગોમાં છઠુ

ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે.

આ મંદિરનું બાંધકામ પ્રાચીન અને અર્વાચીન નાગર શૈલીમાં કરવામાં આવ્યું છે. પ્રાચીન વિશ્વકર્મા સ્થપતિઓએ હાંસલ કરેલું પ્રાવીણ્ય અને ચોકસાઈ આ મંદિરમાં જોવા મળે છે. આ એક સર્વ સામાન્ય પણ જાજરમાન મંદિર છે. આનું નિર્માણ ૧૩મી સદીમાં થયું હતું અને સભામંડપ ૧૮મી સદીમાં નાના ફડનવીસે બંધાવડાવ્યો હતો. મંદિરનું શિખર પણ નાના ફડનવીસે બનાવડાવ્યું હતું. મહાન મરાઠા શાસક શિવાજી આ મંદિરની પૂજા અર્ચના માટે ફાળો મોકલતા. અન્ય શિવ મંદિરની જેમજ આનું ગર્ભગૃહ નીચાણમાં આવેલું છે.

અહીંનું સ્થાપત્ય એકંદરે નવું છે પણ ૧૩મી સદીના સાહિત્યમાં અહીંના ભીમાશંકરમ મંદિર અને (ભીમારથી નદી)નો ઉલ્લેખ જોવા મળે છે. સંત જ્ઞાનેશ્વરે ત્ર્યંબકેશ્વર અને ભીમાશંકરની મુલાકાત લીધી હોવાનું મનાય છે. અહીંના પટાંગણમાં (રોમન શૈલીનો) એક વિશિષ્ટ ઘંટ જોવા મળે છે, આ ઘંટ ચીમાજી અપ્પા (બાજીરાવ પેશ્વા પ્રથમના ભાઈ અને નાનાસાહેબ પેશ્વાના કાકા) દ્વારા ભેટ અપાયો હોવાનું મનાય છે. પોર્ટુગીઝ સામેના યુદ્ધના વિજય પછી ચીમાજી અપ્પાએ વસઈના કિલ્લાના બે વિશાળ ઘંટ લઈ લીધાં. તેમાંનો એક તેમણે અહીં ભીમાશંકરમાં અર્પણ કર્યો અને બીજો વાઈ નજીકના કૃષ્ણા નદી કિનારે આવેલા મેનોવાલી શિવ મંદિરને અર્પણ કર્યો.

કથા

ઘણા યુગો પહેલાં સહ્યાદ્રી પર્વતના ઊંચા શિખરો પર આવેલા ડાકિનીના ગીચ જંગલોમાં ભીમા નામનો એક અસુર તેની માતા કર્કટી (ઉચ્ચારણ?) સાથે રહેતો હતો. ભીમાની હાજરી માત્રથી કરુણા અને દયા ધ્રુજી જતાં હતાં. અમર અને મર્ત્ય સૌ તેનાથી એકસરખા ગભરાતા. પણ તેના અસ્તિત્વ વિષેના અમુક પ્રશ્નો તેને સતત સતાવતા હતા.

જ્યારે ભીમા પોતાના અસ્તિત્વ વિષેની જીજ્ઞાસા અને વ્યથાને સહન ન કરી શક્યો ત્યારે તેણે પોતાની માતાને તેના જીવનનું રહસ્ય જણાવવા કહ્યું. તેણે પોતાની માતા ને પૂછ્યું કે તેના પિતા કોણ હતાં અને શા માટે તેમણે તેઓને આમ જંગલમાં એકલા છોડી દીધા હતા. ઘણી આના કાની પછી તેને માતાએ ડરતા ડરતા તેને જણાવ્યું કે તેના પિતા લંકેશ્વર – લંકાના રાજા રાવણના નાના ભાઈ કુંભકર્ણ છે.

ભગવાન વિષ્ણુએ તેમના રામ અવતારમાં કુંભકરણનો સંહાર કર્યો હતો. કર્કટીએ ભીમાને કહ્યું કે એક મહા યુદ્ધમાં તેના પિતા રામના હાથે હણાયા હતાં. આને કારણે ભીમા અત્યંત ક્રોધે ભરાયો અને તેણે વિષ્ણુ સાથે વેર વાળવાનું નક્કી કર્યું. આ માટે તેણે બ્રહ્માજીને પ્રસન્ન કરવા કઠોર તપશ્ચર્યા કરી.

કરુણામય, સૃષ્ટિના રચયિતા બ્રહ્માજી તેમના ભક્તની આ તપસ્યા જોઈ પ્રસન્ન થયા અને તેને શક્તિ વરદાન સ્વરૂપે આપી. આ એક અત્યંત મોટી ભૂલ હતી. આવી શક્તિ પામતા ભીમાએ ત્રણે લોકમાં તરખાટ મચાવી દીધો. તેણે ઈંદ્રને હરાવીને સ્વર્ગ પર કબ્જો જમાવ્યો. તેણે શિવભક્ત કામરૂપેશ્વરને પણ હરાવ્યો અને તેને કેદમાં પૂર્યો.

તેણે ઋષિઓ અને સાધુઓને રંજાડવાના શરૂ કર્યાં. આને કારાણે સૌ દેવો ક્રોધે ભરાયા. આ ત્રાસદિમાંથી બચાવવા દેવોએ સાથે મળી ભગવાન શીવને મદદ માંગી. ભગવાન શિવજીએ દેવોના વિનંતીનો સ્વીકાર કર્યો. બીજી તરફ ભીમાએ તેના બંદી કામરૂપેશ્વરને શિવની આરધના છોડી પોતાની પૂજા કરવાનો આદેશ આપ્યો.

જ્યારે કામરૂપેશ્વરે તેમ કરવાની મનાઈ કરી ત્યારે ભીમાએ પોતાની તલવાર ઉગામી અને જે શિવલિંગની કામરૂપેશ્વર પૂજા અને અભિષેક કરતો હતો તેના પર પ્રહાર કર્યો. જ્યારે ભીમાએ તલવાર ઉગામી કે ત્યાં શિવજી પ્રગટ થયા.

ત્યાર પછી તેમની વચ્ચે ભયંકર યુદ્ધ થયું. ત્યાં નારદમુનિ પ્રગટ થયા અને તેમણે શિવજીને આ યુદ્ધનો અંત લવવા વિનંતી કરી. તે સમયે ભગવાન શિવે ભીમાને હણ્યો. તે સમયે હાજર સૌ દેવોએ શિવજીને તે સ્થળને પોતાનું નોવાસ કરવા વિનંતી કરી. તે વિનંતીને માન આપી ભગવાન શિવ ત્યાં ભીમાશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા.

એમ પણ માનવામાં આવે છે યુદ્ધ પછી ભગવાન શિવને જે પરસેવો વળ્યો તેમાંથી ભીમારથી નદી બની.

વિશેષ માન્યતા

ઘણા પ્રકારના પથ્થરોથી ભીમશંકર મંદિરનો શિખર બનાવવામાં આવ્યો છે. આ મંદિર નગારા શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મંદિરમાં ક્યાંક ભારત-આર્યન શૈલી પણ જોઇ શકાય છે.

અહીં માતા પાર્વતીનું મંદિર પણ છે. જેને કમલજા મંદિર કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર દેવી ત્રિપુરાસુર રાક્ષસ સાથે લડતી હતી. યુદ્ધ બાદ બ્રહ્માજીએ કમળના ફૂલોથી દેવી પાર્વતીની પૂજા કરી હતી.

મંદિરની પાસે પણ ઘણા પુલ છે. અહીં મોક્ષ કુંડ, સર્વતિર્થ કુંડ, જ્ઞાન કુંડ નામના કુંડ છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ame Gujju Great. Any content provided by our authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

By Ame Gujju Great

વ્હાલા મિત્રો અમારા "અમે ગુજ્જુ ગ્રેટ" પર તમારું હાર્દિક સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *