Home News ફ્રી એપ્લિકેશન્સમાં વ્હોટ્સએપને હરાવીને સિગ્નલ ટોપ સ્પોટ પર

ફ્રી એપ્લિકેશન્સમાં વ્હોટ્સએપને હરાવીને સિગ્નલ ટોપ સ્પોટ પર

0
0
726

ક્રોસ-પ્લેટફોર્મ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવા, સિગ્નલ ભારત સહિત અનેક દેશોમાં એપ સ્ટોર અને પ્લે સ્ટોરની ફ્રી એપ્સ કેટેગરીમાં ટોચ પર પહોંચી ગઈ છે.

વિશ્વવ્યાપી વપરાશકર્તાઓએ પોપપ્સ પ્રાપ્ત કરવાનું શરૂ કર્યા પછી,કે ૮ મી ફેબ્રુઆરી પહેલાં તેની સુધારેલી નીતિઓ સાથે સંમત થવાનું રહેશે અથવા તેઓએ તેમનું ખાતું ગુમાવવાનું રહેશે એવુ કહેતા, સિગ્નેલ ડાઉનલોડસમાં વધારો જોવા મળ્યો. સોશિયલ મીડિયા પર બે-ત્રણ દિવસથી વૉટ્સઅપ સામે તિરસ્કાર અને સિગ્નલ તરફ પ્રેમ વરસી રહ્યો છે. કેમ કે સિગ્નલ વૉટ્સઅપની જેમ પ્રાઈવસીમાં ગરબડ નથી કરતી અને મોબાઈલ નંબર સિવાય કોઈ વિગત માંગતી નથી. વળી આ એપ્લિકેશન મોબાઈલ નંબર કોઈ સાથે શેર નથી કરતી. પરિણામે ગૂગલ પ્લે સ્ટોર અને એપલના એપ સ્ટોર પર બે દિવસમાં સિગ્નલ એક લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ હતી.

સિગ્નલે સીધી રીતે કશું કહ્યા વગર વિગતો શેર કરી હતી કે વૉટ્સઅપ તમારો કેટલો ડેટા લીક કરે છે, ફેબસૂક કેટલો ડેટા લીક કરે છે અને સિગ્નલ પોતે કશો ડેટા લીક નથી કરતું. વળી ટેસ્લા મોટર્સના સ્થાપક સંશોધક અને ઉદ્યોગપતિ ઈલોન મસ્કે જાહેર કર્યું કે હું તો વૉટ્સઅપને બદલે સિગ્નલ વાપરીશ. એ પછી દુનિયાભરમાં લાખો લોકએ સિગ્નલ ડાઉનલોડ કરવાની શરૃઆત કરી હતી. સિગ્નલનું સર્વર પણ તેનાથી જામ થયુ હતુ.

ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક તેના ફોલોવર્સ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપ્લિકેશન સિગ્નલનો ઉપયોગ કરવા કહેતાં, સિગ્નલ એડવાન્સ નામની અસ્પષ્ટ અને અસંબંધિત કંપનીના શેરમાં મોટા પ્રમાણમાં 1,100 ટકાનો વધારો થયો કારણ કે કેટલાક લોકોએ તે અસંબદ્ધ સ્ટોક ખરીદ્યો.

બીજી લોકપ્રિય મેસેજિંગ એપ ટેલિગ્રામ છે. ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવે કહ્યુ હતુ કે ફેસબૂકની એપ વૉટ્સઅપ ગુણવત્તા અને પ્રાઈવસી બાબતે અમારાથી ઉતરતી છે. માટે અમારા વિરૃદ્ધ ફેસબૂક સતત પ્રચાર કરે છે કે અમારી એપ ઓપન-સોર્સ નથી, અમારી એપ રશિયન છે વગેરે. આ બધી વાતો ખોટી છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે ફેસબૂક જગતભરમાં લોકપ્રિય હોવા છતાં ગયા વર્ષે તેણે પોતાની જાહેરખબર પાછળ ૧૦ અબજ ડૉલર ખર્ચ્યા. પરંતુ ફેસબૂકના જુઠ્ઠાણાથી અમારી લોકપ્રિયતામાં કોઈ ફરક પડતો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ઘણા લોકો નથી જાણતા કે સિનિયર સિટીઝનને ભારતમાં કેટલી બધી સુવિધાઓ મળે છે. શું તમે જાણો છો?

સિનિયરસિટીઝનની ઉંમર, સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને સરકારે એમને  ઘણી  બધી …