મિત્રો, ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવું હશે કે જેણે સીતાફળ ના ખાધુ હોય અથવા તો સીતાફળ તેને પસંદ ના હોય. સ્વાદ પ્રમાણે જોવા જઈએ તો સીતાફળ બધા જ ફળો માં અગ્રેસર ક્રમ ધરાવે છે. આ સીતાફળ ના સેવન થી તમને સ્વાસ્થ્ય ને લગતાં અનેક પ્રકાર ના લાભો પ્રાપ્ત થઈ શકે. સીતાફળ માં વિટામીન સી પોષક તત્વ સમાવિષ્ટ હોય છે જે નેત્રો નું તેજ વધારવા માટે સહાયરૂપ બને છે.
આ સિવાય સીતાફળ ના સેવન થી તમારું શરીર ઉર્જામયી બને છે તથા તણાવ માંથી મુક્તિ મળે છે. આ ફળ ના તો આવા અનેક લાભો છે પરંતુ , આજે આપણે આ લેખ માં આ ફળ ના બીજ વિશે માહિતી મેળવીશું. હવે તમે એ યાદ કરો કે તમે સીતાફળ નું સેવન કર્યા બાદ તેના બીજ નું શું કરો છો ? તમે પણ કહેશો કે એમાં પૂછવાનું શું હોય સીતાફળ ખાઈ ને તેના બીજ ને બહાર ફેંકી દેવાના, ખરું ને? પરંતુ , મિત્રો શું તમે જાણો છો કે આ સીતાફળ ના બીજ કેટલાં મૂલ્યવાન છે?
આ સીતાફળ ના બીજ નો ઉપયોગ કરીને તમે તમારા શરીર સાથે સંકળાયેલી અનેક બીમારીઓ માંથી મુક્તિ મેળવી શકો. આ સીતાફળ ના બીજ નું મૂલ્ય સ્વર્ણ થી પણ અત્યંત વિશેષ છે તો ચાલો જાણીએ આ બીજ ના વિશેષ ઉપયોગ વિશે. હાલ માં એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે સીતાફળ નું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.
સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ એન્ટીઓક્સિડન્ટ ગુણતત્વો તથા વિટામીન સી તમારા શરીર માં કોઈપણ પ્રકાર ની બીમારી ને પ્રવેશવા દેતા નથી તથા તમારા શરીર ને નિરોગી અને તંદુરસ્ત રાખે છે. આ સીતાફળ ના બીજ માં સમાવિષ્ટ વિટામીન બી તમારા શરીર માં રકત ની ઉણપ સર્જાવા દેતું નથી તથા રકત ની ઉણપ દ્વારા થતાં રોગો સામે રક્ષણ આપે છે.
આ બીજ મા સમાવિષ્ટ મેગ્નેશિયમ નામ નું પોષકતત્વ તમારા શરીર માં પાણી ની માત્રા ને સંતુલિત રાખે છે. આ સિવાય સીતાફળ ના બીજ ના સેવન થી તમારું બ્લડપ્રેશર નિયંત્રણ માં રહે છે તથા તથા સુગર ની માત્રા પણ નિયંત્રણ માં રહે છે જેથી તમે ડાયાબીટીસ જેવી બીમારી થી દુર રહો.
સીતાફળ ના બીજ નો પાવડર બનાવી ને આપણે અનેકવિધ રોગો માંથી મુક્તિ મેળવી શકીએ. આ અંગે હજુ વિદેશ માં અનેક શોધખોળો થઈ રહી છે. આ સીતાફળ ના બીજ તમારા વાળ માટે પણ ખૂબજ લાભદાયી છે. જો તમે બકરી ના દૂધ માં સીતાફળના બીજ ઘસી ત્યાર બાદ તેને વાળ માં લગાવશો તો તમારા વાળ કયારેય પણ અકાળે ધોળાં થશે નહી અને વાળના વિકાસ માં પણ વૃદ્ધિ થશે.
આ ઉપરાંત એક સંશોધન દરમિયાન એવું જાણવા મળ્યું કે , સીતાફળ ના બીજ માં અમુક એવા તત્વો સમાવિષ્ટ છે જે કેન્સર નું નિદાન કરવા માટે લાભદાયી બની શકે. હજુ આ અંગે ૧૦૦% સાબિતી નથી મળી રીસર્ચ ચાલુ છે. પરંતુ , શકયતા છે કે ભવિષ્ય માં આ બીજ નો ઉપયોગ કરી ને કેન્સર ની દવા શોધી શકાય.
વિલાસપુર વિશ્વ વિદ્ધાલય માં માઈક્રોબાયોલોજી અને બાયો ઈન્ફોરમેટીકસ વિભાગ દ્વારા સીતાફળ ના બીજ પર કરાયેલાં સંશોધનો ને પેટન્ટ કરાવવા નો પ્રયત્ન કર્યો છે તેનું પરિણામ આવ્યા બાદ આ સીતાફળ ના બીજ માંથી દવા બનાવવાની પ્રક્રિયા શરૂ થશે.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ “અમે ગુજ્જુ ગ્રેટ” લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…