કેળા એક એવું ફળ છે જે ખાવામાં સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. તેના બે કારણ છે. એક તો એ કે તે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને બીજું એ કે તે ખાવામાં ખુબ મહેનત નથી કરવી પડતી. છાલ ઉતારો અને જલદી થી કેળું ખાય લેવું. કેળા નો ઉપયોગ લોકો સ્વાસ્થ્ય માટે કરે છે. જો વજન વધારવું હોય તો દૂધ અને કેળા ખુબ જ સારું માનવામાં આવે છે. સાથે કેળા ને હેપ્પી ફળ પણ કહે છે. જો મુડ ખરાબ લાગે તો એક કેળું ખાઈ લેવાથી મુડ આપો આપ સારો થઇ જાય છે.
આમ તો કેળા વિશે આ વાતો તમે પહેલા થી જ જાણતા હશો. એટલા માટે આજે આમે તમને કેળા વિશે નહિ પણ તેની છાલ ના વિશે બતાવીશું. જી હા જે છાલ ને તમે બેકાર સમજીને ફેકી દો છો. તે હકીકત માં ખુબ કામ ની વસ્તુ છે તો ચાલો બતાવી કે તેની છાલ કેટલી ઉપયોગી છે.
દાત ની કરે છે સફાઈ:-
તમે દાંત ની રોજ સફાય કરતા જ હશો અને તેને સફેદ પણ બનાવી રાખવા માંગતા હશો. પરંતુ એવું થઇ શકતું નથી. હકીકત માં રોજ ચા-કોફી અને કેટલાય પીવાના પદાર્થો ના ઉપયોગ થી દાત નો રંગ પીળો પાડવા લાગે છે. જે કેટલીય મહેનત પછી પણ સાફ નથી થતા. એવામાં તમે કેળા ની છાલ નો ઉપયોગ કરીને તમારા દાત ચમકાવી શકો છો. કેળા ની છાલ ની અંદર ના ભાગ ને તમારા દાત ઉપર થોડા સમય સુધી ધશો. અને પછી દાત ને ધોઈ લો. આવું અઠવાડિયામાં એકવાર કરશો તો તમારા દાત ની ચમક પાછી આવી જશે.
સ્કીન ને બનાવે છે મુલાયમ :-
તમે જેટલા પણ મોંધા પ્રોડક્ટ નો ઉપયોગ કરો, પરંતુ સ્કીન ઉપર તમે ઈચ્છો તેટલી કોમળતા નહિ મળે. અને મેક-અપ પ્રોડક્ટ માં ધણું કેમિકલ ભેળસેળ હોય છે. જે તમારા ચહેરા માટે બિલકુલ સારું નથી. એવા માં જયારે પણ કેળા ખાવામાં આવે તો તેની છાલ ફેકવી નહિ, પરંતુ તમારા ચહેરા ઉપર 2 મિનીટ સુધી મસાઝ કરવો. ત્યાર પછી ચહેરો ધોઈ લેવો. તમારો ચહેરો બિલકુલ મખમલી થઇ જશે. કેળાની છાલ લોહી ને સાફ કરે છે. સાથે તે કબજિયાત પણ દૂર કરે છે. તેની સાથે જ ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બનાવે છે.
વાળને બનાવશે નરમ અને મજબુત:-
જો કેળાની છાલ તમારા ચહેરા ઉપર નિખાર અને કોમળતા લાવી શકે છે. તો પછી તમારા વાળ માટે પણ સારી છે. કેળા ની છાલ ને તમે હેર-માસ્ક ની જેમ પણ ઉપયોગ કરી શકો છો. કેળા ની છાલ વાળ ને નરમ બનાવે છે અને સાથે જ ચમક પણ લાવે છે.
માઈગ્રેન માં કરે છે મદદ:-
માથાનો દુખાવો અને માઈગ્રેન ની સમસ્યા પણ સામાન્ય થઈ ગઈ છે. એવામાં વારે વારે દવા ખાવી સારું નથી. જો તમને માઈગ્રેન હોય અથવા તો માથાનો દુખાવો હોય તો કેળા ની છાલ નો ઉપયોગ કરવો. કેળા ની છાલ ને માથા અને ડોક પર ઘસવી. તેમાં પોટેશિયમ હોય છે. જે માથાને આરામ આપે છે અને મગજ ને થડું કરે છે. તેના ઉપયોગ થી તમે વગર દવાએ પણ માઈગ્રેન અથવા દર્દ થી છુટકારો મેળવી શકો છો