એપલ દ્વારા આઇફોન SE 2020 લોન્ચ કરવામાં આવ્યો છે. ટેક-જાયન્ટે નવા આઇફોન SE ને સેકન્ડ જનરેશન ડિવાઇસ તરીકે ઘોષણા કરી છે, મૂળ આઇફોન SE લોન્ચ થયો છે, 2016 માં આઇફોને SE ફર્સ્ટ જનરેશન આવ્યો હતો. આઇફોન SE ની ડિઝાઇન આઈફોન 8 જેવી છે, જે પરંપરાગત આઇફોન ડિઝાઇન છે.
આઇફોન SE 2020 માં 4.7″ રેટિના એચડી ડિસ્પ્લે છે, જે આપણે અગાઉ આઇફોન 8 ફોન્સમા જોય છે, જેમાં પરંપરાગત ટચ આઈડી સેન્સરની સાથે નોંધપાત્ર બેઝલ્સ છે. તે ડોલ્બી વિઝન અને HDR10 ને સપોર્ટ કરે છે.
આઇફોન SE 2020 એપલના A13 બાયોનિક ચિપ પ્રોસેસર સાથે આવે છે જે ફ્લેગશિપ આઇફોન 11 અને આઇફોન 11 પ્રો મોડેલોમા આવે છે. આઇફોન SE 2020 IP67 પાણી અને ધૂળ પ્રતિકાર સાથે સપોર્ટ કરે છે.
આઇફોન SE 2020 પર સિંગલ કેમેરા લેન્સ પ્રદાન કરે છે જે f/1.8 છિદ્ર સાથે 12MP સેન્સર છે, જેમાં પોટ્રેટ લાઇટિંગ ઇફેક્ટ્સ અને ડેપ્થ નિયંત્રણ સુવિધાઓ સાથેનો પોટ્રેટ મોડ પણ આપવામાં આવે છે. ફ્રન્ટ પર 7MP સેલ્ફી શૂટર છે.
આઇફોન SE 2020 પર કનેક્ટિવિટી વિકલ્પોમાં વાઇ-ફાઇ, એલટીઇ, ડ્યુઅલ સિમ અને ઇસીમ, ચાર્જિંગ માટે લાઇટિંગ કેબલ શામેલ છે. આઇફોન SEની બીજી રસપ્રદ સુવિધા એ છે કે તે વાયરલેસ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે.
આઇફોન SE 2020 વિવિધ રંગો સાથે આવે છે જે બ્લેક , વાઈટ અને પ્રોડક્ટ રેડ છે. SE 2020 ની કિંમત રૂ. 42,500 થી શરૂ થાય છે. ડિવાઇસની ભારતીય ઉપલબ્ધતા વિશે હજી કોઈ જાણકારી મળી નથી.