શાઓમી ઇન્ડિયા આખરે તેનો ફ્લેગશિપ MI 10 5G ફોન ભારત લાવ્યો છે. 5G ફ્લેગશિપ સ્માર્ટફોન ગત વર્ષે ચીનના બજારમાં પ્રથમ રજૂ કરવામાં આવ્યો હતો. આ 10 માર્ચ લોન્ચ થવાનો હતો, જે COVID-19 ને કારણે થઈ શક્યું નથી.
MI 10 5G 6.67″ એમોલેડ FHD + ડિસ્પ્લે સાથે આવે છે. તે 3D કર્વ ડિસ્પ્લે છે જે ફોનની આજુ બાજુ પણ ફેલાયેલી છે. ડિસ્પ્લે 180Hz ના સસેમ્પલીંગ રેટઝ સાથે 90Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરે છે. ડિસ્પ્લે સુરક્ષિત છે કોર્નીંગ ગોરિલા ગ્લાસ 5થી. MI 10 એ નવીનતમ સ્નેપડ્રેગન 865 5G સક્ષમ પ્રોસેસર સાથે આવે છે.
MI10 ચાર રીઅર કેમેરા સાથે આવે છે જે 108MP સેન્સર, 13MP અલ્ટ્રા વાઇડ એંગલ કેમેરા, 2MP મેક્રો લેન્સ અને 2MP ડેપ્થ-સેન્સિંગ કેમેરા છે. રીઅર કેમેરા 8K વિડિઓ રેકોર્ડિંગને સપોર્ટ કરે છે અને તેમાં OIS સપોર્ટ પણ છે. ફ્રન્ટ પર, પંચ-હોલ ડિસ્પ્લે 20MP ના સેલ્ફી શૂટરમાં સાથે આવે છે.
MI 10 એ 4780mAh ની બેટરી સાથે આવે છે જે 30W વાયરલેસ ચાર્જિંગની સાથે 30W ફાસ્ટ ચાર્જિંગ અને 10W રિવર્સ વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
MI 10 5જી વિવિધ રંગ સાથે આવે છે જે Twilight Grey અને Coral Green છે. MI 10 ની કિંમત 8GB + 128GB ની કિંમત 49,999 રૂપિયા છે અને 8GB + 256GB વેરિઅન્ટની કિંમત 54,999 રૂપિયા છે. પ્રી-બુકિંગ ગઈકાલથી MI વેબસાઇટ પરથી શરૂ થાય ગયું છે.