Home Pregnancy સામાન્ય ડિલિવરી કરવી અથવા સિઝેરિયન?

સામાન્ય ડિલિવરી કરવી અથવા સિઝેરિયન?

0
0
1,846

બાળકને જન્મ દેવાનો નિર્ણય પુર્ણ રુપ થી તમારો વ્યક્તિગત નિર્ણય છે. અમે તો ખાલી એટલું ઈચ્છીએ છીએ કે તમે અને તમારા પતિ ,તમારી અને બાળકની સ્થિતી ને સમજીને નિર્ણય લો. તમે ડોક્ટર પાસે સલાહ લેવામાં મોડું ના કરશો આ ગમે તો અન્ય માતાઓ સાથે જરુર શેર કરજો!

કુદરતી પ્રસુતિ એટલે યોનિ ર્માગ થી બાળકનો જન્મ

કુદરતી કંઈપણ હોઇ એ હંમેશા લાભદાયક હોય છે. યોનિ દ્વારા બાળકનું માથુ બહાર આવવાને કુદરતી પ્રસુતિ મનાય છે. મોટા પ્રમાણ ની માતાઓ આ રીતે જ બાળકને જન્મ આપવા માગે છે.

કુદરતી પ્રસુતિ નાં ફાયદા:

  1. આ ડિલીવરી પછી તમારે દવાખાના માં ઓછું રેહવુ પડે છે.
  2. મા નું શરીર જલ્દી સારુ થઈ જાય છે.
  3. આનાથી તમારા શરીર માં કોઈ કાપો કે ટાંકા નઈ લાગે.
  4. તમારા શરીર પર કોઈ ખરાબ ડાઘ નહી આવે.
  5. કોઈ પણ લોખંડનાં સાધનો નોં ઊપયોગ નાં હોવાથી રોગસંક્રમણ સામે બચાવ મળે છે.
  6. કેમકે આમાં શસ્ત્રક્રિયા નથી કરવામાં આવતી એટલે માતાને ગંભીર પરિસ્થિતિ નો સામનો નથી કરવો પડતો.

અમેરિકન પ્રેગનેન્સી અસોસિએશન ના પ્રમાણે યોનિ માર્ગ થી થયેલી ડિલીવરી થી માતાનું જીવન બચી જાય છે.

યોનિ પ્રસુતિ માટે મા અને બાળક નું શરીર કુદરતી રુપમાં પોતાને ઢાળી લે છે. આ ઊપરાંત બાળક જ્યારે મા ની યોનિ થી નીકળે છે ત્યારે તેના ફેફસાંમાં જે ગર્ભનાં સમય નું લોહી હોય છે તે જાતે બહાર આવી જાય છે. બાળક જરુરી બેક્ટેરિયા પણ અંદર લે છે જે તેના આંતરડા માટે કામ આવે છે. બાળકની રોગ-પ્રતિકારક ક્ષમતા પણ વધે છે.

કુદરતી પ્રસુતિ ની કોમ્પ્લીકેશન્સ:

Image Source

આ પુરી રીતનાં તમારા શરીર ની પરિપક્વતા ઉપર આશ્રિત છે. જો તમારુ શરીર બાળકની ડિલીવરી માટે તૈયાર નથી તો તમારુ જીવન ને જોખમ થવાનો ભય થઈ શકે છે. યોનિ પ્રસુતિ માં પેશાબ બંધ ના થવાની સંભાવના ખુબ વધી જાય છે.

યોનિ પ્રસુતિ ના કારણે તમારે પછીથી સંભોગ માં રસ ઓછો થઈ જઈ શકે છે. આ ડિલીવરી માં બાળકનાં માથાને બર્થ કેનાલ દ્વારા બહાર આવવું પડે છે એટલે તેના માથા પર દબાવ પડી શકે છે. તમારા બાળકને નિકાડવા માટે હાથ અથવા ફોરસેપ નો ઊપયોગ કરવો પડી શકે છે.

સિઝેરિયન સેક્શન એટલે કે સી-સેક્શન :

આજ કાલ આની લોકપ્રિયતા વધતી જાય છે. આમાં તમારા પેટ અને ગર્ભાશય ને થોડા કાપી ને એમાં થી બાળકને દુર કરવામાં આવે છે. સી-સેક્શન પ્લાન કરેલી સર્જિકલ પ્રક્રિયા હોય છે.

સિઝેરિયન સેક્શન નાં લાભ:

Image Source

આમાં ડોક્ટર તમને એનેસ્થેસીયા આપીને બેભાન કરી દે છે અને તમને પિડા અનુભવ થશે નહિ. ભાન માં આવતા સુધી માં તમને ટાંકા લાગી જશે.

આમાં તમારા બાળકને તમારા યોનિમાર્ગ થી દુર થવાનો ભય ઓછો થશે. આ દ્વારા તેના માથા ઉપર વધારે દબાણ નહીં પડે.

સી-સેક્શન નો ભય:

Image Source

સી-સેક્શન માં ડિલીવરી ની ખોટી તારીખ ગણવાથી ખોટા સમય ઉપર વાઢકાપ (ઓપરેશન) થાઈ છે. આવામાં ના તો તમારુ શરીર જન્મ આપવા માટે અને ના તો તમારુ બાળક જન્મ લેવા માટે તૈયાર હોય છે.

આને સફળ બનાવા માટે તમારા શરીર માં ખુબજ રક્ત સ્ત્રાવ થાઈ છે. આમાં બાળકને અનિચ્છનીય રોગસંક્રમણ થવાનો ભય રહે છે.

વાઢકાપ પછી માતા ને ઘણા સમય સુધી દવાખાનામાં રાખવી પડી શકે છે. તમને પેટ ખાલી કરવામાં તકલીફ આવી શકે છે કેમકે તમારા આંતરડા નાં કાર્યક્ષમતા ઉપર અસર પડી છે.

તમને ડિલીવરી નાં પછી તણાવ થઈ શકે છે. તમને સ્તનપાન કરાવામાં તકલીફ પડી શકે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ “અમે ગુજ્જુ ગ્રેટ” લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…