કોરોના વાયરસ રોગચાળાને રોકવા માટે 3 મે સુધી દેશભરમાં લોકડાઉન અમલમાં છે દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રાલયે કેન્દ્રિય પ્રદેશો અને રાજ્યોને મોટી રાહત આપતા શનિવારથી શરતો સાથેની તમામ નોંધાયેલ દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે.
કેન્દ્ર સરકારે આદેશમાં જણાવ્યું હતું કે કોર્પોરેશન વિસ્તારોની બહારના વિસ્તારોમાં આવેલા માર્કેટ પરિસરમાં આવેલી દુકાનોને જ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે અને ફક્ત 50 ટકા કર્મચારીઓ સાથે દુકાનો અને મથકો ખોલવામાં આવી શકે છે. શોપિંગ મોલ્સ અને શોપિંગ સંકુલ હજી ખુલશે નહીં. આ છૂટ ફક્ત તે જ દુકાનોને આપવામાં આવશે જે નગરપાલિકાની હદમાં આવતી નથી.
શુક્રવારની મોડી રાતથી બહાર પાડવામાં આવેલી એડવાઇઝરીમાં જણાવાયું છે કે રહેણાંક સંકુલમાં બાંધવામાં આવેલી દુકાન, સિંગલ બ્રાન્ડ અને મલ્ટિ બ્રાન્ડ મોલ્સ ખોલવામાં આવી શકે છે. સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું પડશે. દુકાનમાં કામ કરતા લોકોને માસ્ક પણ ફરજીયાત રહેશે.
MHA orders to exempt all shops under Shops&Establishment Act of States/UTs, including shops in residential complexes and market complexes, except shops in multi-brand & single-brand malls, outside limits of Municipal Corporations from revised consolidated lockdown restrictions. pic.twitter.com/sDHUAszJTZ
— ANI (@ANI) April 24, 2020
કોરોનાથી પ્રભાવિત વિસ્તારો કે જેઓને હોટસ્પોટ્સ અને કન્ટેન્ટ ઝોન તરીકે ઓળખવામાં આવ્યા છે, હાલમાં કોઈ રાહત નથી અને આવા વિસ્તારોમાં 3 મે સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન ચાલુ રહેશે. આ અગાઉ સરકારે એક એડવાઇઝરી જારી કરી હતી અને જરૂરી ચીજવસ્તુઓ જેવી કે રાશન, દૂધ, શાકભાજી અને ફળો માટે દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. તમામ પ્રકારની દુકાનોને શહેરી સીમાની બહાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.
શરતો
- તમામ દુકાનો સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોના એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ રજીસ્ટર હોવી જોઈએ.
- માત્ર 50 ટકા કર્મચારીઓ કામ પર આવી શકશે. શોપિંગ મોલ્સ બંધ રહેશે.
- સામાજિક અંતર (સોશિયલ ડિસ્ટન્સ) નું ખાસ પાલન કરવું પડશે.
- દુકાનદારોએ ફરજીયાત માસ્ક પહેરવા પડશે.