આ સ્લોગન તો તમે સાંભળ્યું હશે “Save The Tiger”. તમને જાણીને નવાઈ લાગશે કે ધરતી પર બસ માત્ર એટલા વાઘ બચ્યા છે કે, જો માણસની વસ્તી સાથે વહેંચવામાં આવે તો, 20 લાખ લોકો વચ્ચે એક જ વાઘ આવે. આ કારણથી વાઘને બચાવવાની મુહિમ ચલાવવામાં આવી રહી છે. ખુશીની વાત એ છે કે, વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Image Source

દર વર્ષે 29 જુલાઈના રોજ ‘World Tiger Day‘ મનાવવામાં આવે છે. આની શરૂઆત 2010થી કરવામાં આવી છે. વાઘ બિલ્લી પ્રજાતીનું સૌથી મોટુ જાનવર છે. આ સાથે ધ્રુવિય રીંછ અને ભૂરા રીંછ બાદ ધરતી પરનું સૌથી મોટુ માંસાહારી જાનવર છે.

Image Source

એક વાઘની ઉંમર જંગલમાં લગભગ 10 વર્ષ અને પ્રાણી સંગ્રહાલયમાં તેનાથી બે-ઘણી વધારે હોય છે. માદા વાઘનું ગર્ભધારણ 3.5 મહિના હોય છે, તે એક વખતમાં 3થી 4 બચ્ચાને જન્મ આપે છે.

Image Source

વાઘના મગજનું વજન 300 ગ્રામ હોય છે આ તમામ માંસાહારી જાનવરોમાં બીજુ સૌથી મોટુ દિમાગ છે. વાઘ નવ પ્રકારના હોય છે, પરંતુ છેલ્લા 80 વર્ષમાં ત્રણ પ્રકારના વાઘ વિલુપ્ત થઈ ગયા. એક વાઘ 300 કિલો વજન અને 13 ફૂટ સુધી લાંબો હોઈ શકે છે

Image Source

સફેદ રંગનો વાઘ પેદા થવાના ચાંસીસ 10000 માંથી કોઈ એકને છે. વાઘના શરીર પર મળતી ડિઝાઈન પણ આપણી ફિંગરપ્રિંટની જેમ યૂનિક હોય છે. 2016ના રિપોર્ટ અનુસાર દુનિયામાં માત્ર 3891 વાઘ બચ્યા છે, જેમાંથી 70 ટકા ભારતમાં છે અને ભારતમાં પણ સૌથી વધારે 408 કર્ણાટકમાં છે. એટલા વાઘ જંગલમાં નથી, તેટલા તો લોકોએ પાળીને રાખ્યા છે.

Image Source

નર સિંહ અને માદા વાઘના શારિરીક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Ligers કહેવામાં આવે છે. નર વાઘ અને માદા સિંહના શારીરિક સંબંધથી પેદા થયેલા બચ્ચાને Tigon કહેવાય છે

Image Source

ભારત સહિત બાંગ્લાદેશ, મલેશિયા અને સાઉથ કોરિયાનો રાષ્ટ્રિય પ્રાણી વાઘ છે. વાઘ, 30 ફૂટ લાંબી છલાંગ અને 12 ફૂટ ઊંચી છલાંગ લગાવી શકે છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...        

By Ame Gujju Great

વ્હાલા મિત્રો અમારા "અમે ગુજ્જુ ગ્રેટ" પર તમારું હાર્દિક સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *