આપણુ ગુજરાત રાજ્ય એ ભારતનું એક સુંદર અને સમૃદ્ધ ઐતિહાસિક કથાઓથી ભરેલું રાજ્ય છે, જે ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. ‘ધ લેન્ડ ઓફ લીજેન્ડ’ તરીકે ઓળખાતું આપણુ રાજ્ય તેની કળા, ઇતિહાસ, સંગીત અને સંસ્કૃતિથી આખી દુનિયાના ઘણા લોકોને પોતાની બાજુ ઘણા આકર્ષિત કરે છે. ગુજરાતમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો આવેલા છે જ્યાં જઈને તમને પણ ઘણો આનંદ થશે.

1. કાંકરિયા તળાવ, અમદાવાદ :

કાંકરિયા તળાવ એ ગુજરાતનું એક મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે જે અમદાવાદ શહેરમાં આવેલું છે. આ તળાવ તેના ઘણા મનોહર દ્રશ્યોને કારણે આખી દુનિયાના પ્રવાસીઓને પોતાની બાજુ આકર્ષે છે.

કાંકરિયા તળાવ માં તમામ નાના મોટા લોકો માટે કંઈકને કાંઇક વસ્તુઓથી ભરેલું છે અહીં બગીચાઓ, મનોરંજન કેન્દ્રો, બોટ ક્લબ્સ, પ્રાણીસંગ્રહાલય વગેરે વસ્તુઓ આવેલી છે. આટલું જ નહીં કાંકરિયા તળાવ પાસે આવેલી બલૂન સવારી પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓને પોતાની બાજુ આકર્ષિત કરે છે.

2. કચ્છનું રણ :

કચ્છનું રણ એ વિશ્વનું સૌથી મોટું મીઠાનું બનેલું રણ છે, ત્યાં ફરવા જતા બધા લોકો તેની તેની સુંદરતાના દિવાના થઈ જાય છે.

જો તમે ગુજરાતમાં ફરવા જાવ છો અને ત્યાંના કચ્છના રણની જ તમે મુલાકાત નથી લેતા તો તે તમારા માટે એક મોટામાં મોટી ભૂલ છે કારણકે તમે ગુજરાતમાં ફરવા માટે જાવ છો અને ત્યાંના કચ્છના રણની મુલાકાત નથી લેતા તો તમારી આ મુસાફરી અધૂરી ગણાય છે. કચ્છના રણનો મોટો ભાગ ગુજરાત રાજ્યનો છે. અને આ રણનો બાકીનો ભાગ પાકિસ્તાનમાં આવેલો છે.

3. સોમનાથ :

પૌરાણિક કથાથી ઘેરાયેલું ગુજરાતનું આ એક મુખ્ય ધાર્મિક સ્થળ છે. સોમનાથ શહેર ખાસ કરીને ત્યાંના સોમનાથ મંદિર માટે જાણીતું છે, કારણ કે આ સ્થળ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. સાથે સાથે તેને ભગવાન શિવનું સૌથી મોટું મંદિર પણ કહેવામાં આવે છે

સોમનાથ મંદિર ઉપરાંત આ શહેર તેના દરિયાકિનારા, સંગ્રહાલયો અને અન્ય આકર્ષણના કેન્દ્રો માટે પણ ઘણું પ્રખ્યાત છે.

4. જુનાગઢ :

જૂનાગઢમા ઘણા ઐતિહાસિક સ્મારકો આવેલા છે. જૂનાગઢ ખાસ કરીને ત્યાંના ગિરનાર પર્વત અને વિશ્વ વિખ્યાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન માટે જાણીતું છે.

અહીંયા તમે સક્કબાગ પ્રાણીસંગ્રહાલય, વન્યપ્રાણી સંગ્રહાલય, મોહબ્બત મકબરો, ઉપરકોટ કિલ્લો, ગિરનાર હિલ્સ, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે જેવા પર્યટક સ્થળોની મુલાકાત લઈને તમે તમારી મુસાફરીને આનંદપ્રદ બનાવી શકો છો.

5. મરીન નેશનલ પાર્ક :

મરીન નેશનલ પાર્ક એ ગુજરાતનું એક ખૂબ જ વધારે પ્રખ્યાત પર્યટન સ્થળ છે જે તમને પૃથ્વી પર સ્વર્ગની અનુભૂતિ કરાવી શકે છે. આ પાર્ક ગુજરાતનું એક મુખ્ય આકર્ષણ નું કેન્દ્ર છે, જ્યાં તમે શિયાળ, જંગલ બિલાડી, લીલો સમુદ્ર નો કાચબો, શાહી ગરુડ,  રાજહંસ અને અન્ય ઘણા વન્યપ્રાણીઓ જોઈ શકો છો.

ઉપરાંત, આ ઉદ્યાન પક્ષી નિરીક્ષકોની માટે એક સ્વર્ગ છે. કારણ કે તેઓ અહીં 30 થી વધુ પ્રકારના સ્થળાંતરીત પક્ષીઓ ને જોઇ શકે છે.

6. સ્ટેચ્યુ ઓફ યુનિટી :

સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતીય સ્વતંત્રતા ચળવળના નેતા વલ્લભભાઈ પટેલને સમર્પિત ગુજરાત, ભારતમાં આવેલું એક સ્મારક છે. તે સરદાર સરોવર બંધની સામે 3.2 km (2.0 mi) દૂર નદીમાં આવેલા સાધુ બેટ પર ભરૂચ નજીક આવેલું છે. આ સ્મારકનો વિસ્તાર ૨૦,૦૦૦ ચોરસ મીટર છે અને તે ૧૨ ચોરસ કિ.મી. વિસ્તારના કૃત્રિમ તળાવ વડે ઘેરાયેલું છે. ૧૮૨ મીટરની ઊંચાઇ, જેમાં ૧૫૭ મીટર પ્રતિમાની અને પૅડસ્ટલની ૨૫ મીટર ઊંચાઈ સામેલ છે, સાથે આ સ્મારક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.

By Ame Gujju Great

વ્હાલા મિત્રો અમારા "અમે ગુજ્જુ ગ્રેટ" પર તમારું હાર્દિક સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *