Home Food એક મુઠી ફણગાવેલા ચણાનુ સેવન કરવાથી તમારા શરીરને થતા ફાયદા

એક મુઠી ફણગાવેલા ચણાનુ સેવન કરવાથી તમારા શરીરને થતા ફાયદા

0
0
1,097

મિત્રો , ફણગાવેલા ચણા એ શરીર ના સ્વાસ્થ્ય ને તંદુરસ્ત રાખવા માટે અત્યંત લાભદાયી ગણવામા આવે છે. કારણ કે , આ ફણગાવેલા ચણા મા ફાઈબર પુષ્કળ પ્રમાણ મા પ્રાપ્ત થઈ રહે છે. આ ફણગાવેલા ચણા નુ સેવન શરીર મા રહેલા ઝેરી તત્વો ને બહાર કાઢે છે અને તમારી શારીરિક ક્ષમતા વધારવા મા સહાયરૂપ બને છે. જો તમે નિયમીત પરોઢે ઊઠી ને ભુખ્યા પેટે આ ફણગાવેલા ચણા નુ સેવન કરો તો તમે રક્ત ની ઊણપ ,બ્લડપ્રેશર વગેરે જેવી સમસ્યાઓ માથી મુક્તિ મેળવી શકો.

આ ફણગાવેલા ચણા ને સ્પ્રાઉટ તરીકે પણ ઓળખવા મા આવે છે. આ ફણગાવેલા ચણા મા પુષ્કળ પ્રમાણ મા પ્રોટીન સમાવિષ્ટ હોય છે. જો તને રોજિંદા આહાર મા આ ફણગાવેલા ચણા નુ સેવન કરો તો તમારી કાર્યક્ષમતા મા પણ વૃધ્ધિ થાય છે તથા તમે અનેક પ્રકાર ની બિમારીઓ સામે રક્ષણ મેળવી શકો. આ ફણગાવેલા ચણા મા અન્ય ઘણા વિટામીન્સ પણ સમાવિષ્ટ હોય છે. જે આપણા શરીર ને ઉર્જામયી બનાવી રાખવા સહાયરૂપ બને છે.

આ ફણગાવેલા ચણા નુ સેવન કરવા થી શરીર મા કોઈ પણ પ્રકાર ની ન્યુટ્રીશન ની ઊણપ જણાતી નથી. ફણગાવેલા ચણા નુ નિયમીત સેવન કરવા થી શરીર મા પ્રવર્તતા ખરાબ કોલેસ્ટ્રોલ નો નિકાલ થાય છે તથા કોલેસ્ટ્રોલ નિયંત્રણ મા રહે છે. જેથી હ્રદય નો હુમલો આવવા ની સંભાવના મા ઘટાડો થાય છે. આ ફણગાવેલા ચણા ડાયાબિટીસ નુ નિદાન કરવા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

ફણગાવેલા ચણા નુ નિયમીત સેવન શરીર મા રહેલી સુગર ને ગ્લુકોઝ મા પરિવર્તીત કરે છે અને સાથોસાથ સુગર ને રક્ત મા ભળતા અટકાવે છે. આ ફણગાવેલા ચણા નુ સેવન કરવા થી આપણુ મગજ કાર્યશીલ બને છે. તેમા સમાવિષ્ટ વિટામીન એ , વિટામીન સી તથા પ્રોટીન મસ્તિષ્ક ની નસો ને રાહત આપે છે તથા યાદશક્તિ મા વધારો કરે છે.

આ ફણગાવેલા ચણા નુ નિયમીત સેવન કરવા થી શરીર મા પ્રવર્તતી કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે તથા હાડકા મજબૂત બને છે અને સાંધા ના દુઃખાવા જેવી સમસ્યાઓ ઉદ્દભવતી નથી. જો કોઈ વ્યક્તિ પથરી ની સમસ્યા થી પીડાતુ હોય તો નિયમીત બે ચમચી મધ મા એક મુઠી ચણા મિક્સ કરી ને ભૂખ્યા પેટે તેનુ સેવન કરવા મા આવે તો પથરી મૂત્રમાર્ગ વાટે ધીમે-ધીમે ઓગળી ને બહાર નીકળી જાય છે. આ ફણગાવેલા ચણા નુ સેવન કરવા થી સ્કિન ને પણ ઘણો ફાયદો પહોચે છે.

સ્કિન ના સૌંદર્ય મા વૃધ્ધિ થાય છે તથા સ્કિન પર પડેલા દાગ મા થી મુક્તિ મળે છે અને સ્કિન નો એક અલગ જ પ્રકાર નો નિખાર જોવા મળી આવે છે. જો શરીર મા રક્ત ની ઉણપ સર્જાયતો આ ફણગાવેલા ચણા નુ સેવન કરવુ. આ ફણગાવેલા ચણા મા સમાવિષ્ટ લોહતત્વ તમારુ હિમોગ્લોબિન વધારવા મા સહાયરૂપ બને છે. જે લોકો ગેસ , અપચો તથા એસીડીટી ની સમસ્યા થી પીડાતા હોય તેમણે તેમના રોજિંદા આહાર મા આ ફણગાવેલા ચણા નો સમાવેશ કરવો. જેથી આ સમસ્યા મા થી મુક્તિ મેળવી શકાય.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ “અમે ગુજ્જુ ગ્રેટ” લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

ઘણા લોકો નથી જાણતા કે સિનિયર સિટીઝનને ભારતમાં કેટલી બધી સુવિધાઓ મળે છે. શું તમે જાણો છો?

સિનિયરસિટીઝનની ઉંમર, સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને સરકારે એમને  ઘણી  બધી …