Home Health અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો

અમદાવાદમાં પ્રથમ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો

0
0
344

આજકાલ આખા વિશ્વમાં જેને સૌથી વધુ હાહાકાર મચાવ્યો છે એવો કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ અમદાવાદમાં નોંધાયો છે. ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસને કારણે લગભગ 426 લોકો મૃત્યુ પામ્યા છે અને સેંકડો લોકો સારવાર હેઠળ છે. ભારતમાં પણ અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 3 કેસ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે હવે અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે.

source

થાઇલેન્ડ પ્રવાસ કરીને પરત ફરેલી 28 વર્ષની મહિલામાં શંકાસ્પદ વાયરસ જોવા મળતા તેને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારીના ભાગરૂપે તૈયાર કરવામાં આવેલા આઇસોલેશન વોર્ડમાં તેની આ સારવાર શરૂ કરવામાં આવી છે. આ મહિલાને કોરોના વાયરસ છે કે નહિ તેની તાપસ કરવા માટે તેમના બ્લડ સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. જો કે તેના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી. રિપોર્ટનું પરિણામ આવ્યા બાદ જ જાણવા મળશે કે આ મહિલાને કોરોના વાયરસ છે કે નહિ.

ચીનમાં અભ્યાસ કરતા ગુજરાતના વિદ્યાર્થીઓ પરત ફર્યા પણ તેમનામાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા નથી કે નથી તેમના રિપોર્ટ્સમાં આ વાયરસ હોવાની કોઈ જાણકારી મળી, પણ જણાવી દઈએ કે સોમવારે જ કેરળના એક વ્યક્તિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની વાત જાણવા મળી હતી. જાણકારી અનુસાર, આ વ્યક્તિએ તાજેતરમાં જ ચીનનો પ્રવાસ કર્યો હતો. હાલમાં આ દર્દીને હોસ્પિટલમાં અલગ રાખવામાં આવ્યા છે જ્યાં તેમના પર ડોકટરો સતત નજર રાખી રહયા છે અને જાણકારી અનુસાર આ વ્યક્તિની સ્થિતિ સ્થિર છે

source

ચીનના વુહાનથી ફેલાઈ રહેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે અને આખું વિશ્વ પણ આ વાયરસથી ભયભીત થઇ ચૂક્યું છે. આ વાયરસની એક માઇક્રોસ્કોપ દ્વારા લેવાયેલી વાસ્તવિક તસ્વીર સામે આવી છે જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઇ રહયા છે. ત્યારે વુહાનથી 323 ભારતીયો અને માલદીવના સાત નાગરિકોને એર ઇન્ડિયાના વિમાન દ્વારા ભારત લાવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 654 લોકોને ભારત લાવવામાં આવી ચૂક્યાં છે.

કોરોના વાયરસના લક્ષણો :

  • વારંવાર તાવ આવવો, ઊંચો તાવ આવે, તાવ સાથે ઉધરસ પણ થાય, કફ, માથું દુઃખે, શ્વાસ લેવામાં તકલીફ પડે તો કોરોના વાયરસ હોવાની શક્યતા બની શકે છે.
source
  • આ રોગને અટકાવવા અને નિયંત્રણમાં લાવવા માટે શું કરવું જોઈએ – દર્દીને આઇસોલેશનમાં રાખવો, પી.પી.ઇ. કીટનો ઉપયોગ કરવો, વારંવાર સાબુથી હાથ ધોવા, લોકો સાથે શારીરિક સંપર્ક બને તો ન કરવો, વધુ ભીડવાળી જગ્યાએ ન જવું, ગરમ પાણી પીવું, તીખું તળેલું ન ખાવું, અને ગળાને સૂકું ન પડવા દેવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…