આવતા સોમવારે હોળી ધૂળેટી નો તહેવાર આવે છે.લગભગ બધા લોકોને હોળીના તહેવારનું મહત્વ ખબર જ હોય છે. હોળી નાના બાળકોથી લઈને બધા લોકોને ખુબ જ ગમે છે. હોળી એ ખુશી અને પ્રેમનો તહેવાર ગણાય છે. હોળીના દિવસે અમુક શુભ કામ કરવાથી ઘણો ફાયદો થઇ શકે છે. હોળીના દિવસે અમુક ઉપાય કારવાથી ઘરમાં હંમેશા ધન સમૃદ્ધિ બની રહે છે.
હોળીના દિવસે ઘણા લોકોના જીવનમાં શુભ કર્યોની શરૂઆત થાય છે. આજે અમે એક એવા જ ઉપાય વિશે જણાવીશું જેનાથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહેશે.
જયારે આપણે હોળી પૂજા કરવા જઈએ એ સમયે એક ચાંદીના સિક્કાને રાખી તેમાં હળદરનો ચાંદલો કરવો અને તે સિક્કાને તિજોરીમાં સાચવીને મૂકી દેવો. આ રીતે કરવાથી તમારી તિજોરી ક્યારેય પણ ખાલી નહિ થાય અને હમેશા ભરેલી જ રહેશે. ચાંદીના સિક્કા સાથે ગોમતી ચક્રને પણ તિજોરીમાં રાખવાથી ફાયદો થશે અને થઇ જશો માલામાલ.
જયારે આ બે વસ્તુને તિજોરીમાં રાખવામાં આવે ત્યારે એક વાતનું ધ્યાન રાખવું કે આ સમયે તમારે ભગવાન વિષ્ણુનો એક મંત્ર પણ બોલવાનો રહેશે. એ મંત્ર છે “ઓમ નમ ભગવતે વાસુદેવ નમ”. તમારા ઘંધા માં હમેશા નફો થાય અને ચડતી થતી રહે,એ માટે તમારા ધંધાના સ્થાન પર એક લાલ કપડાની અંદર ગોમતી ચક્ર રાખીને મૂકી દેવું. આ ઉપાય કરવાથી તમારો ઘંધો ખુબ સારી રીતે ચાલશે અને નુકશાન ક્યારેય નહિ થાય.
આ ઉપાય કોઈ પણ વ્યક્તિના જીવનમાં ખુશી લાવે છે અને એની કિસ્મતને ચમકાવી દેશે. સાથે સાથે દરેક કામમાં સફળતા મળશે અને તમને દરેક મુસીબતોમાંથી મુક્તિ અપાવશે. હોળીનું પૂજન થઇ જાય એ પછી હળદરને પાણીમાં નાખી મિક્ષ કરીને પછી તેને તમારા ઘરની બહાર લગાવી દેવું. આવું કરવાથી ઘરના કોઈ પણ વ્યક્તિ પર કોઈની ખરાબ નજર નહિ પડે.
હોળી દહન દરમિયાન પીળા કપડામાં થોડી હળદર રાખીને પછી એ કપડાને અગ્નિમાં નાખી દેવું અને ભગવાન પાસે દોષ મુક્તિ કરવા માટેના આશીર્વાદ માંગવા. આ ઉપાય દરેક વ્યક્તિને જીવનના દરેક કાર્યોમાં સફળતા અપાવશે. હોળીના શુભ અવસર પર આ ઉપાય કરવાથી તમારા ઘરમાં હમેશા ઘનની કૃપા બની રહેશે. અને લક્ષ્મી દેવીની પણ સદા તમારા પર કૃપા બની રહેશે.