એકતા કપૂરની કસોટી ઝીંદગીકીમાં નવા બે પાત્રોનો ઉમેરો – એક એક્ટરે તો કબીરે સિંહ જેવી હીટ ફિલ્મમાં કામ કર્યું છે

એકતા કપૂરની જાણીતી ટીવી સિરિઝ કસૌટી ઝિંદગી કે કે જેને વર્ષો બાદ રીબૂટ કરીને ફરીથી રજૂ કરવામાં આવી રહી છે તે પણ હાલ ઓરિજનલ સિરિઝ જેવી જ સફળતા મેળવી ચૂકી છે. હાલ આ સિરિયલમાં જબરજસ્ત ટર્ન આવ્યો છે અને સિરિયલને 8 વર્ષનો જંપ આવી રહ્યો છે. અને તેના કારણે શોમાં કેટલાક નવા પાત્રોનો પણ ઉમેરો થવા જઈ રહ્યો છે. આ નવા પાત્રો માટે શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહ દ્વારા જાણીતા બનેલા કુણાલ ઠાકુર અને અગાઉ ઘણી બધી સિરિયલોમાં કામ કરી ચૂકેલી પારુલ ચૌધીની પસંદગી કરવામાં આવી છે.

પારુલ ચૌધરીએ પોતાના પાત્ર વિષો વાત કરતાં જણાવ્યું છે કે તે અનુરાગની મોટી બહેન રાખીનું પાત્ર ભજવી રહી છે, જે કેનેડાથી ઘણા લાંબા સમય બાદ ઘરે પાછી આવી છે. તેણી પોતાના પાત્ર વિષે વધારે જણાવતા કહે છે, ‘રાખી ભલે કેનેડામાં રહેતી હતી પણ તેના મૂળિયાં તો ભારતીય સંસ્કૃતિ સાથે જ જોડાયેલા હતા. તેના બાળકો પણ ઇચ્છતા હતા કે તે અરાગ જેવા બને અને ભારતીય સભ્યતામાં પોતાને પરોવે. જ્યારે હું ભારત પહોંચું છું તો મારું સ્વાગત સીધું જ દુર્ગા માતાના પંડાલમાં થાય છે.’

તેણે શોના વખાણ કરતાં જણાવ્યું, ‘થોડા સમય પહેલાં જ દિવ્સ દ્રષ્ટિમાં મારું કામ પૂર્ણ થયું છે, અને હું રજાઓ ગાળવા કેરાલા ગઈ હતી. ત્યારે જ બાલાજી ટેલીફિલ્મ્સ તરફથી મારા પર ફોન આવ્યો હતો. મારી પાસે વિચારવાનો જરા પણ સમય નહોતો. મેં તેના માટે કોઈ ઓડિશન પણ નહોતું આપ્યું, કદાચ મેં જે કંઈ કામ કર્યું છે તે જ એકતા મેમે જોઈ લીધું હશે. આ બાલાજીનો શો છે અને સ્ટાર પ્લસ પર ચાલી રહ્યો છે. તો મારી પાસે આ પાત્ર માટે હા કહેવાના બે કારણ હતાં અને મેં હા કહી દીધી.’

બીજા એક્ટરની વાત કરીએ તો તેના માટે ટીવી પર કામ કરવાનો આ પ્રથમ અનુભવ છે. કુણાલ ઠાકુર આ શોથી તે રાખીના દીકરાના પાત્રમાં જેવા મળશે. તે પોતાના પાત્ર વિષે જણાવે છે, ‘હું પહેલી વાર કોઈ ટીવી શોમાં કામ કરી રહ્યો છું, માટે મારે ઓડિશન આપવું પડ્યું. હું ખૂબ ખુશ છું કારણ કે ટીવી પર મારી આથી વધારે સારી શરૂઆત બીજી કોઈ હોઈ જ ન શકે. હું જ્યારે નાનો હતો ત્યારે આ શોને મારા માતા પિતા સાથે જોતો હતો. અને હવે આ શોમાં હું એક મહત્ત્વની ભુમિકા નિભાવી રહ્યો છું. મને પૂર્ણ વિશ્વાસ છે કે દર્શકોને મારું કામ પસંદ આવશે.’

 પોતાના આ નવા અનુભવ વિષે જણાવતા કહે છે, ‘સેટ પર હું ઘણી બધી નવી બાબતો શીખી રહ્યો છું. પ્રોડક્શના લોકો, દીગ્દર્શક બધા જ ખુબ સારા અને મદદરૂપ છે. બાલાજી ટેલીફિલ્મ્સ સાથે કામ કવરાથી મને એક સારી ઓળખ મળશે.’

છેલ્લા ઘણા સમયથી કસોટી ઝીંદગી કે શો દર્શકો પરથી પોતાની પકડ ગુમાવી રહ્યું હતું અને ફરીથી ટીઆરપી ચાર્ટમાં ઉપર આવવા માટે અને દર્શકોને પોતાની તરફ આકર્ષવા માટે સિરિયલમાં આ અણધાર્યો ટ્વિસ્ટ લાવવામાં આવી રહ્યો છે. જો કે પ્રેરણા અને અનુરાગ વચ્ચેના પ્રેમને ઓગાળીને જે નફરત ઉભી કરવામાં આવી છે તેને લઈને કેટલાક ફેન્સ નારાજ છે. પણ એકતા કપૂરની સિરિયલ્સમાં આવા ટ્વીસ્ટ એન્ટ ટર્ન્સ તો આવતા જ રહે છે જોઈએ આ ટ્વીસ્ટ એકતા કપૂરને કેટલો ફાયદો પહોંચાડે છે.

By Ame Gujju Great

વ્હાલા મિત્રો અમારા "અમે ગુજ્જુ ગ્રેટ" પર તમારું હાર્દિક સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *