Home News વનપ્લસ ભારતમાં ફિટનેસ બેન્ડ લોન્ચ કરવા જય રહ્યું છે

વનપ્લસ ભારતમાં ફિટનેસ બેન્ડ લોન્ચ કરવા જય રહ્યું છે

0
0
743

વનપ્લસ બેન્ડને ટ્વિટર અને એમેઝોન પર સત્તાવાર રીતે બતાવવામાં આવ્યું છે. વનપ્લસ બેન્ડ આ મહિનામા જ લોન્ચ થઈ શકે છે, જોકે કંપનીએ હજી સુધી સત્તાવાર રીલિઝની તારીખ શેર કરી નથી. જાણીતા ટિપ્સટર્સે દાવો કર્યો છે કે વનપ્લસ બેન્ડ 11 જાન્યુઆરીએ લોન્ચ થઈ શકે છે. તેની કિંમત અને વિશિષ્ટતાઓ પણ બતાવવામાં આવી છે.

વનપ્લસ ઈન્ડિયાએ ફિટનેસ બેન્ડનું ઓફિશિયલ નામ અને સ્પષ્ટીકરણો આપ્યા નથી હજુ, ફીટનેસ બેન્ડની ટીઝર ઇમેજ ટ્વિટર પર શેર કરી છે. આ તસવીર પર ‘The New Face of Fitness’ અને તેના પર “Coming Soon” લખેલું છે. વનપ્લસ વેબસાઇટમાં ‘Notify Me’ વિકલ્પ સાથે દેખાશે અને ‘Pursuit of Fitness’ ક્વિઝ વિશેની વિગતો સાથે જે ભાગ લેનારાઓને ફિટનેસ ટ્રેકર જીતવાની તક આપે છે.

જેમ કે જાણીતા ટિપ્સર્સ મુકુલ શર્મા અને ઇશાન અગ્રવાલ દ્વારા બતાવવામાં આવ્યું છે કે 11 જાન્યુઆરીએ આશરે રૂ. 2,499 કીમત પર વહેંચવામાં આવી છે.

વનપ્લસ ભારતમાં પહેલાથી જ Phone, Buds, Neckband અને TV નું ઉત્પાદન કરે છે, કંપનીએ વનપ્લસ 8T લોન્ચિંગ ઇવેન્ટ દરમિયાન પુષ્ટિ કરી હતી કે તે નવી પ્રોડક્ટ કેટેગરીમાં જવાનું વિચારી રહી છે. વનપ્લસના સીઈઓ Pete Lau પુષ્ટિ આપી છે કે કંપની પણ આ વર્ષની શરૂઆતમાં સ્માર્ટવોચ લોંચ કરવાની યોજના ધરાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…