Home Pregnancy પ્રેગનેન્સીમાં પગમાં વીંટી પહેરવાથી તમારા બાળક પર શુ અસર થાય છે જાણો

પ્રેગનેન્સીમાં પગમાં વીંટી પહેરવાથી તમારા બાળક પર શુ અસર થાય છે જાણો

0
1
1,031

ગર્ભવતી થવું દરેક સ્ત્રી માટે ખુબ જ ખુશીની વાત હોય છે. આ એવો સમય છે જયારે એક સ્ત્રી પૂર્ણ થાય છે. ભલે આ સમયે તે ઘણી શારીરિક અને માનસિક મુશેક્લીઓથી પસાર થઇ રહી હોય પરંતુ નવ મહિના પછી જયારે તે પોતાનું નાનુ બાળકને પોતાની સામે જોવે છે ત્યારે તેનું બધું દુઃખ દૂર થઇ જાય છે. પરંતુ નવ મહિના રાહ જોવી તે સમય સહેલો નથી હોતો,કેમ કે આ સમયે માતા અને તેના ગર્ભમાં પળી રહેલ બાળકનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ખાલી ખાવા પીવાનું જ નહિ પણ પહેરવાનું પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. પહેરવામાં ખાલી કપડાં જ નહિ પણ આભૂષણો નું પણ ધ્યાન રાખવું જરૂરી હોય છે.

ભારતીય નારી લગ્ન પછી ઘણા ઘરેણાં પહેરે છે અને એમાંથી જ એક છે પગની આંગળીયોમાં પહેરાય છે તે બિછિયા લગ્ન પછી ઘણી વાર સ્ત્રીઓ બિછિયા પહેરે છે અને આ પ્રથા ઘણા સમયથી ચાલી રહેલી છે. આ પહેરવાના ઘણા ફાયદા પણ છે પરંતુ શું તમને ખબર છે જો ગર્ભવતી સ્ત્રીઓ બિછિયા પહેરે તો તેના પણ ઘણા ફાયદા છે. આજે આ લેખ દ્વારા અમે તમને ગર્ભાવસ્થામાં બિછિયા પહેરવાના થોડા ફાયદા દેખાડવા જઈ રહ્યા છે.

૧. તણાવને દૂર કરે છે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ ઘણી શારીરિક અને માનસિક મુશેક્લીઓથી પસાર થાય છે અને એવામાં જો ગર્ભવતી સ્ત્રી બિછિયા પહેરે તો તેનાથી તેના તણાવ અને ચિંતામાં રાહત મળશે. એ મનને શાંત રાખે છે અને નિયમિત બિછિયા પહેરવાથી રક્તચાપની તાપસ કરવામાં પણ સહાયતા થાય છે. તેના કારણે બ્લડ પ્રેશરની મુશ્કેલી નથી થતી, અને સ્ત્રીનો ગર્ભ એકદમ સ્વસ્થ રહે છે. તેના કારણે બનવાવાળી માતાને ચિંતા નથી રહેતી.

૨. એક્યુપ્રેશરનું કામ કરે છે

જો એક્યુપ્રેશરની વાત કરીએ તો પગની આંગળીઓ અને ગર્ભાશયનો સીધો સંબંધ હોય છે અને જો પગની આંગળીઓ ઉપર પર્યાપ્ત દબાણ કરવામાં આવે તો આ ગર્ભાશય માટે સારું માનવામાં આવે છે. એટલે જયારે સ્ત્રી બિછિયા પહેરે છે તો એ એક્યુપ્રેશરનું કામ કરે છે અને બાળકને સ્વસ્થ પણ રાખે છે.

૩. તાકાત વધારવાનું કામ કરે છે

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી શારીરિક રૂપે પણ મુશ્કેલીઓથી જુઝતી હોય છે. વજન વધવા ના કારણે એ જલ્દી થાકી જાય છે અને જો એવામાં સ્ત્રી બિછિયા પહેરે તો તેને એનર્જી મળશે કેમ કે સ્ત્રીઓ સિલ્વર એટલે કે ચાંદીની બિછિયા પહેરે છે. જેમ કહેવાય છે કે દરેક પ્રકારનું મેટલ એટલે કે ધાતુ ઉર્જાનું સારું સંચાલન કરે છે. તડ ઉપરાંત, ચાંદી ઠંડુ હોય છે અને જયારે એને પહેરેની સ્ત્રીઓ જમીન પર ચાલે છે તો તેને સકારાત્મક ઉર્જા મળે છે, એનું મન પણ શાંત થાય છે.

૪. બાળકને માનસિક રૂપે સ્વસ્થ રાખે છે

ગર્ભાવસ્થા દરમિયાન બિછિયા પહેરવાથી ફક્ત માતાને જ નહિ, પણ ગર્ભમાં પળી રહેલું બાળક પણ માનસિક રૂપે સ્વસ્થ રહે છે. આનાથી માતા અને બાળક બંનેનું મન પ્રસન્ન રહે છે અને બને સારું મેહસૂસ કરે છે.

૫. સ્વસ્થ ગર્ભાવસ્થા

ગર્ભાવસ્થા દરમિયાન બિછિયા પહેરવાથી ગર્ભાશય સ્વસ્થ રહે છે અને ગર્ભાશયથી સંબંધિત સમસ્યાઓ દૂર રહે છે. આનાથી બાળકને કોઈ મુશ્કેલી નથી થતી અને તે સ્વસ્થ રહે છે.

આના સિવાય બિછિયા પહેરવાથી ગર્ભમાં પળી રહેલું બાળક મજબૂત થાય છે. એટલે જો તમે પણ ગર્ભાવસ્થાના સુંદર સમયમાંથી પસાર થઇ રહ્યા હોવ તો બિછિયા જરૂર પહેરો. આ કેવળ તમારા પગની શોભા જ નહિ વધારે પણ તમને અને તમારા થવાવાળા બાળકને પણ સ્વસ્થ રાખશે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ “અમે ગુજ્જુ ગ્રેટ” લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…