સેમસંગે 14 જાન્યુઆરીએ ગેલેક્સી S21, S21+ અને S21 Ultra તરીકે ગેલેક્સી ફ્લેગશિપ ફોનની નવીનતમ લાઇનઅપની સત્તાવાર રીતે જાહેરાત કરી, કંપનીએ નવી ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટના આમંત્રણો દ્વારા પુષ્ટિ આપી. ઇવેન્ટની ટેગલાઇન “Welcome to the Everyday Epic.”
કંપની ઇવેન્ટમાં ત્રણ નવા સ્માર્ટફોનની જાહેરાત કરે તેવી અપેક્ષા છે, જે ગયા વર્ષના ગેલેક્સી S20 લાઇનઅપ S21 અને S21+ અને S21 Ultra મોડેલના અનુગામી છે જે કર્વ ડિસ્પ્લે ઉપરાંત, વધુ સારા સ્પેક્સ અને કેમેરા પણ પ્રદાન કરશે અને એસ 21 Ultra S Pen સાથે આવી શકે છે.
Your experiences are about to get even more epic on January 14, 2021.
— Samsung Mobile (@SamsungMobile) January 3, 2021
Watch #SamsungUnpacked live on https://t.co/D6nxws2O4T pic.twitter.com/IVKmxn3Epv
આપણે અપેક્ષા રાખીએ છીએ કે સેમસંગ ત્રણ જુદા જુદા સ્ક્રીન સાઈઝમાં ફોન આવશે અને 120Hz એડેપ્ટિવ ડિસ્પ્લે સાથે આવશે. તેમજ તેમાં નવીનતમ પ્રોસેસર ક્વાલકોમ સ્નેપડ્રેગન 888 (US) અથવા એક્ઝિનોસ 2100 ચિપસેટ્સ (US સીવાય) શામેલ હશે.
આઉટ ઓફ બોક્સ Android 11 -આધારિત One UI 3.1 સાથે આવશે. ગેલેક્સી S21 4,000mAh બેટરી પર ચાલશે, અને ગેલેક્સી S21+ 4,800 mAh બેટરી આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને ફોન 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે. તેમજ Qi વાયરલેસ ચાર્જિંગ અને રિવર્સ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટની સાથે આવી શકે છે.
લીક મુજબ, સેમસંગ પણ ગેલેક્સી S21 શ્રેણી માટે બોક્સમાં ચાર્જિંગ એડેપ્ટર વિના આવી શકે છે.