સિનિયરસિટીઝનની ઉંમર, સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને સરકારે એમને  ઘણી  બધી યોજનાઓનો લાભ આપે  છે અને ઘણી સુવિધાઓ આપી છે.  મોટાભાગના લોકોને એની સાચી અને સંપૂર્ણ જાણકારી નથી હોતી. જો તમે સિનિયર સિટીઝન છો કે પછી તમારા ઘરમાં પણ કોઈ વડીલ છે તો તમે એમના માટે આ યોજનાઓ તેમજ સુવિધાઓનો લાભ ઉઠાવી શકો છો.

ઇન્કમટેક્સમાં મળનારી છૂટછાટ.

1. 60 વર્ષ કે એનાથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને ઇન્કમટેક્સમાં ખાસ છૂટ આપવામાં આવે છે. એવા સિનિયર સિટીઝનની આવક જો ત્રણ લાખ રૂપિયા સુધી છે તો એ કરમુક્તિની શ્રેણીમાં આવે છે એટલે કે એમને 3 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ આપવાની જરૂર નથી.

2.સુપર સિનિયર સીટીઝન એટલે કે જે સિનિયર સિટીઝનની ઉંમર 80 વર્ષથી વધુ છે એમને 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ આપવાની જરૂર નથી.

3. ઇન્કમટેક્સ એક્ટ 1961ની કલમ 80D મુજવ સિનિયર સિટીઝનને હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ પર 30 હજાર રૂપિયા સુધીની છૂટ મળે છે.

4. જો કોઈ વરિષ્ઠ નાગરિક કોઈ ગંભીર બીમારીથી પીડિત છે તો એ સેક્સન 80DDB અંતર્ગત 60 હજાર રૂપિયા સુધીના ડિડક્શનનો લાભ ઉઠાવી શકે છે. એ સિવાય સુપર સિનિયર સીટીઝન માટે આ લિમિટ વધારીને 80 હજાર સુધી કરવામાં આવી છે.

હવાઈ યાત્રા મળનારી છુટછાટ:

1. 60 વર્ષ કે એથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનને મોટાભાગની સરકારી અને પ્રાઇવેટ હવાઈ કંપનીઓ ટીકીટ પર 50%ની છૂટ આપે છે.

2 બધી હવાઈ કંપનીઓના છૂટના નિયમો અને શરતો અલગ અલગ હોય છે. અમુક હવાઈ કંપનીઓ 65 વર્ષ પસાર કરી ચૂકેલા સિનિયર સિટીઝનને 50%ની છૂટ આપે છે. એટલે ટીકીટ લેતી વખતે અલગ અલગ હવાઈ કંપનીઓના છૂટના નિયમ અને શરતો વિશે પૂરેપૂરો જાણકારી મેળવી લો..

રેલ યાત્રામા મળનારી છુટછાટ:

1. ભારતીય રેલવેએ પણ સિનિયર સિટીઝનને રેલ યાત્રા દરમિયાન ખાસ સુવિધાઓ આપી છે. જે પુરુષ યાત્રીઓની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોય તો એમને બધા ક્લાસની ટીકીટ પર 40%ની છૂટ આપવામાં આવી છે. એવી જ રીતે સ્ત્રી યાત્રીઓ જેમની ઉંમર 58 વર્ષ કે તેથી વધુ છે એમને બધા ક્લાસની ટિકિટમાં 50%ની છૂટ આપવામાં આવી છે.

2. સિનિયર સિટીઝન માટે સરકારે ટીકીટ રિઝર્વેશન કાઉન્ટર પર એક અલગ ટીકીટ કાઉન્ટર બનાવ્યું છે જેથી એમને બાકી લોકોની જેમ લાંબી લાંબી લાઈનમાં ઉભું ન રહેવું પડે.

3. સરકારે મુખ્ય સ્ટેશનો પર સિનિયર સિટીઝન માટે વહીલ ચેરની સુવિધાઓ પણ આપી છે

બસ યાત્રામા મળનારી છુટછાટ:

1. સિનિયર સિટીઝનને સુવિધા આપવા માટે અમુક રાજ્યોની સરકારોએ અને ત્યાંના નગર નિગમ પાલિકાઓએ એમને બસ ભાડામાં છુટ આપી છે.

2. ત્યાં સુધી કે એમના માટે બસમાં અમુક સીટ પણ રિઝર્વડ હોય છે.

વ્યાજદરમાં મળનારી છૂટછાટ:

1. રિટાયરમેન્ટ પછી સિનિયર સિટીઝન બેંકમાં ફિક્સ્ડ ડિપોઝીટ્સ કરવું વધુ પસંદ કરે છે જેથી ફિક્સ્ડ ડિપોઝીટ્સ પર મળનારૂ વ્યાજથી એમને વધુ આવક મળે છે.

2. બેન્ક પણ એમની આ સુવિધાને ધ્યાનમાં રાખીને સમય સમય પર નવી યોજનાઓ લાગુ કરતી રહે છે જેનાથી સિનિયર સિટીઝનને એમના દ્વારા કરવામાં આવેલ રોકાણ પર વધુમાં વધુ વ્યાજ મળી શકે.

3. જો કોઈ સિનિયર સિટીઝનને લોનની જરૂર છે તો બેન્ક એમને ફિક્સ્ડ ડિપોઝીટ પર લોન પણ આપે છે. બેન્ક વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં ઓછા વ્યાજદરે લોન આપે છે.

4. બધી બેંકોના વ્યાજદર અલગ અલગ હોય છે, એટલે લોન લેવા માટે પહેલા વ્યાજ દરની જાણકારી મેળવી લો.


ખાસ યોજનાઓમાં મળનારી છૂટછાટ:

સરકારે સિનિયર સિટીઝનના સ્વાસ્થ્ય અને સગવડને ધ્યાનમાં રાખીને અમુક સિનિયર સીટીઝન વેલફેર સ્કીમ્સ લાગુ કરી છે, જે આ પ્રકારે છે.

1. નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીએ 60- 80 ઉંમરના સિનિયર સિટીઝન નાગરિકો માટે વરિષ્ઠ મેડીકલેમ પોલિસિફ આપી છે. એના અંતર્ગત હોસ્પિટલમાં એડમિટ થવા માટે વધુમાં વધુ વિમાની રકમ 1 લાખ રૂપિયા અને ગંભીર બીમારી માટે 2 લાખ રૂપિયા છે.

2. એલઆઇસીએ પણ સિનિયર સિટીઝનકો માટે વરિષ્ઠ પેંશન વીમા યોજના 2017 લાગુ કરી છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે. આ યોજના અંતર્ગત એલઆઇસી ગેરંટી સાથે 10 વર્ષ માટે 8% રીટર્ન આપશે.

સિનિયર સિટીઝન આ પેંશન યોજનામાં સાડા સાત લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે. એ માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાર્ષિક આધાર પર ભૂગતાનનો વિકલ્પ પસંદ કરી શકો છો.

3.કેન્દ્ર સરકારે વડીલો માટે પ્રધાનમંત્રી વય વંદન યોજના શરૂ કરી છે. સિનિયર સિટીઝન માટે શરૂ કરવામાં આવેલી આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો રોકાણ કરી શકે છે. વડીલ રોકાણકારો આ યોજનામાં 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકે છે.

એ અંતર્ગત એમને 10 વર્ષ સુધી 8% વાર્ષિક રીટર્નની ગેરંટી સાથે પેંશન આપવામાં આવી છે.

ટેલિફોન બીલમાં મળનારી છૂટછાટ:

1. બીએસએનએલમાં 65 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન નાગરિકોને પ્રાથમિકતાના આધાર પર ટેલીફોનનું રજિસ્ટ્રેશન કરાવવાને હકદાર છે.

2. સિનિયર સિટીઝન જો પોતાના નામ પર ટેલિફોન રજીસ્ટર કરાવે છે તો એના પર કોઈ રજિસ્ટ્રેશન ચાર્જ નહિ લાગે.

3. એમટીએનએલ લેન્ડલાઈન ટેલિફોન લગાવવા માટે 64 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ઈન્સ્ટોલેશન ચાર્જીસ અને એની મન્થલી સર્વિસ પર 25%ની છૂટ મળે છે.

સિનિયર સિટીઝનને મળનારી અમુક અન્ય સુવિધાઓ:

1.બેંકમાં રોકડ જમા કરાવવા અને ઉપાડવા માટે વડીલો માટે અલગ લાઇન હોય છે

2. મોટાભાગની બેંકોમાં સિનિયર સિટીઝન માટે ખાસ એકાઉન્ટ છે જેમાં એમના માટે વરિષ્ઠ નાગરિક કાર્ડ આપવા, વધુ વ્યાજદર, બ્રાન્ચમાં પ્રાથમિક સેવા વગેરે જેવી સેવાઓ ઉપલબ્ધ છે.

3. 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન પોતાના કેસની પહેલી સુનવણી માટે અદાલત સામે અપીલ કરી શકે છે.

4. પાસપોર્ટ વિભાગ સિનિયર સિટીઝનને પોસ્ટ પાસપોર્ટ વેરીફિકેશનના આધાર પર પાસપોર્ટ આપી શકે છે. જો એ પોતાના આવેદન પત્રની સાથે એક વધુ દસ્તાવેજ તરીકે વિદેશમાં રહેનાર પોતાના બાળક( 18 વર્ષથી વધુ)નો પાસપોર્ટની એક કોપી જમા કરાવે તો.

5. સરકારી હોસ્પિટલમાં ડોકટરને બતાવવા માટે કરવામાં આવતા રજિસ્ટ્રેશન અને તપાસ કરાવવા માટે વડીલો માટે અલગ લાઇન હોય છે. એમને સામાન્ય દર્દીઓની સાથે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી.

જો તમારા ઘરમા પણ કોઇ સિનિયર સિટીઝન હોઇ તો તેમને આ યોજનાઓ વિશે જરુર જણાવજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *