સૌરાષ્ટ્રના કદાવર નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું ૬૧ વર્ષે નિધન, જાણો રાજકીય સફર વિષે

પૂર્વમંત્રી અને ઘણાં લાંબા સમયથી બીમાર વિઠ્ઠલભાઈ રાદડીયાનું 61ની વયે નિધન થયું છે. જાણીતા ખેડૂત નેતા, સહકારી આગેવાન ભાજપના પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈનું આજે સવારે નિધન થયું છે. તેમના અંતિમ દર્શન 30 જુલાઈના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી કન્યા છાત્રાલય જામકંડોરણા ખાતે રાખવામાં આવશે. જ્યારે સ્મશાન યાત્રા 30 જૂલાઈના રોજ એક વાગ્યે તેમના નિવાસ સ્થાને(જામકંડોરણા)થી નીકળશે. આ અંગે વિઠ્ઠલભાઈના પુત્ર અને કેબિનેટમંત્રી જયેશ રાદડિયાએ ટ્વિટ કર્યું હતું.

વિઠ્ઠલભાઈના નિધન અંગે મુખ્યમંત્રી રૂપાણીએ શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે.

વિઠ્ઠલભાઈના નિધન અંગે પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કરતા ટ્વિટ કર્યું છે

સ્વાભાવિક રીતે વિઠ્ઠલ રાદડિયા ગુજરાતના એક એવા નેતા હતા જે કોઈપણ પક્ષમાંથી લડીને પણ પોતાની બેઠક પર જીત મેળવી શક્તા હતા. તેઓ પોરબંદર પૂર્વના સાંસદ હતા. તેઓ માટે કોઈ પક્ષથી મળતી જીત ક્યારેય લાગુ પડી ન હતી. તેમનું પાટીદારોમાં પણ ઘણું વર્ચસ્વ હતું. વિઠ્ઠલ રાદડિયાનો જન્મ 8 નવેમ્બર 1958ના રોજ જામ કંડોરણામાં થયો હતો. ત્યાર બાદ તેમણે જામ કંડોરણા તાલુકા પંચાયતનું પ્રમુખપદ સંભાળી રાજકીય સફરની શરૂઆત કરી હતી. તેમના પુત્ર જયેશ રાદડિયાએ પિતા વિઠ્ઠલ રાદડિયાના નિધનની માહિતી સોશ્યલ મીડિયા થકી લોકો સમક્ષ મુકી હતી.

રાજકીય સફર

  • તાલુકા પંચાયત જામકંડોરણા પ્રમુખ (1987)
  • ધોરાજી જામકંડોરણાના ધારાસભ્ય (1990થી 2009)
  • ખાણ ખનિજ અને સહકાર ખાતાના મંત્રી (1996થી 1998)
  • સિંચાઇ ખાતાના કેબિનેટ મંત્રી(1997થી 1998)
  • રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ (2000થી 2003)
  • RDC બેંકના ચેરમેન(1995થી 2018 સુધી)
  • ઇફકો, ન્યૂ દિલ્હી ડિરેક્ટર (2004થી 2019)
  • સાંસદ પોરબંદર વિસ્તાર (2009થી 2019) સુધી રહી ચુક્યા છે.

ભગવાન વિઠ્ઠલભાઈ રાદડિયાના પરીવારને હિંમત આપે ને વિઠ્ઠલભાઈ રાદડિયા ના આત્માને શાંતિ આપે એજ પ્રાથના…. ઓમ શાંતિ….

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...        

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *