Discovery ચેનલના પ્રખ્યાત શો Man vs Wildમાં Bear Grylls સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળશે. આ શોનું પ્રસારણ Discovery ચેનલ પર 12 ઓગસ્ટે થશે. Man vs Wild શોના એક એપિસોડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી Bear Grylls સાથે એડવેન્ચર કરતા જોવા મળશે. જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. શોના હોસ્ટ Bear Grylls એ ટ્વીટર પર વિડીયો શેર કર્યો છે, તેમાં તેમની સાથે વડાપ્રધાન મોદી ગાઢ જંગલની સફર કરતા દેખાઈ રહયા છે.

આ વીડિયોને શેર કરતા Bear Gryllsએ ટ્વીટર પર લખ્યું છે કે ‘180 દેશોના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક અનોખો ન જોયો હોય એવો અંદાજ જોવા મળશે. જેમાં તેઓ મારી સાથે ભારતના જંગલી વિસ્તારમાં ચાલશે અને આ દરમ્યાન પશુ સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના મુદ્દાઓ પર પણ વાત કરશે.

આ એપિસોડનું પ્રસારણ 12 ઓગસ્ટના રોજ રાતે 9 વાગે કરવામાં આવશે. જે વિડીયો Bear Gryllsએ શેર કર્યો છે, એમાં વડાપ્રધાન મોદી Bear Grylls સાથે વાતચીત કરતા દેખાઈ રહયા છે. આ દરમ્યાન વડાપ્રધાન મોદી અને Bear Grylls બંને એક હોડીમાં બેસેલા પણ દેખાઈ રહયા છે. વીડિયોમાં બંને હસી મજાક કરતા પણ દેખાઈ રહયા છે.

જણાવી દઈએ કે Man vs Wild એવો શો છે કે જે પર્યાવરણ અને જાનવરો વિશે આપવામાં આવતી જાણકારીને લઈને યુવાઓમાં ખૂબ જ પ્રખ્યાત છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીથી પહેલા પણ ઘણી હસ્તીઓ સામેલ થઇ ચુકી છે. અહીં નોંધનીય છે એક અમેરિકાના પૌરવ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ ડીસ્કવરીના આ શોમાં દેખાઈ ચુક્યા છે.

Source

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...         

By Ame Gujju Great

વ્હાલા મિત્રો અમારા "અમે ગુજ્જુ ગ્રેટ" પર તમારું હાર્દિક સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *