Home Jyotirling જાણો પહેલા જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર વિશે

જાણો પહેલા જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર વિશે

0
2
1,084

12 જ્યોતિર્લિંગોમાં સર્વપ્રથમ

હિન્દુ ધર્મની માન્યતા મુજબ શિવજી જ્યાં જ્યાં સ્વયં પ્રગટ થયા તે બાર જગ્યાઓને જ્યોતિર્લિંગના સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમાં ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું શ્રી સોમનાથ સર્વ પ્રથમ ક્રમે છે. આખી દુનિયામાંથી શિવભક્તો અહિં ભવ્ય શિવલિંગના દર્શન કરવા આવે છે. પરંતુ ગુજરાતના સોમનાથ મંદિરની એવી ઓછી જાણીતી બાબતો છે જેના વિષે ઘણા ઓછા ભક્તો જાણે છે.

છેલ્લે 1951માં થયો હતો જીર્ણોદ્ધાર

સોમનાથ મંદિર એ ભારત દેશમાં હિન્દુઓની ચડતી અને પડતીનું પ્રતિક રહ્યું છે. મુસ્લિમ શાસકોએ અનેકવાર આ મંદિરને તોડવાની કોશિશ કરી હતી પરંતુ સોમનાથ મંદિર ફરીને ફરી બેઠુ થતુ રહ્યું છે. અત્યારે તમે જે મંદિર જોઈ રહ્યા છો તે આઝાદી પછી વર્ષ 1947થી 1951 વચ્ચે રિનોવેટ કરવામાં આવ્યું હતુ. ભારતના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે તેનું ઉદ્ધાટન કર્યું હતું.

સ્યામન્તક મણિ

એવું માનવામાં આવે છે કે સોમનાથનું જે શિવલિંગ છે તેના પોલાણમાં સ્યામંતક મણિ છૂપાવવામાં આવ્યો છે. આ મણિ ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલો છે. એવું માનવામાં આવે છે કે તે જેને સ્પર્શે તે સોનુ થઈ જાય છે. આ મણિમાં રેડિયોએક્ટિવ ગુણો હોવાનું માનવામાં આવે છે. માન્યતા મુજબ આ મણિના ચુંબકીય ક્ષેત્રને કારણે જ શિવલિંગ જમીનથી આટલું ઉપર ટકી રહ્યું છે.

મંદિરમાં થયા હતા પચાસ હજાર લોકોના મોત

સુલતાન મહેમૂદ ભારતમાં આવ્યો ત્યારે તેણે ધર્મ યુદ્ધ છેડી દીધું હતું. હિંદુઓ મહોમ્મદીન બની જાય તે આશયથી તેણે સોમનાથ મંદિરને તોડી પાડવાના અનેક પ્રયાસ કર્યા હતા. ડિસેમ્બર 1025ની સાલમાં તે સોમનાથ પહોંચ્યો હતો અને ત્યાં ભારતીયોએ તેને રોકવાની અનેક કોશિશ કરી હતી. હજારો લોકો મંદિરમાં મદદ માટે રડતા-કકળતા પહોંચ્યા હતા. તેમણે મંદિરમાંથી સુલતાન સામે છેલ્લા શ્વાસ સુધી લડવાનું ચાલુ રાખ્યુ હતુ. એક અંદાજ મુજબ આ યુદ્ધમાં 50 હજાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.

ખજાનો લૂંટાયો

જીત મેળવ્યા પછી સુલતાન આ મંદિરની પ્રતિમાઓ જોઈને દંગ રહી ગયો હતો. તેણે આ મંદિરનો ખજાનો લૂંટી લેવાનો આદેશ આપ્યો હતો. તેમાંથી અનેક મૂર્તિ સોના-ચાંદીની બનેલી હતી. આ સાથે જ ગણ્યા ન ગણાય તેટલા કિંમતી વાસણો, ઘરેણા વગેરે પણ લૂંટાઈ ગયા હતા.

હવામાં લટકતી મૂર્તિ

સોમનાથ મંદિરમાં હવામાં લટકતી મૂર્તિને જોઈને સુલતાન સ્તબ્ધ થઈ ગયો હતો. મૂર્તિ કોઈપણ દેખીતા સપોર્ટ વિના હવામાં તરતી હોવાનું દેખાતુ હતુ. તપાસ કરતા સુલતાનને માલૂમ પડ્યું કે આ મૂર્તિ લોખંડની બનાવેલી હતી. તે બનાવનાર કારીગરે તેની આસપાસ એવી રીતે ચુંબક ગોઠવ્યા હતા કે મૂર્તિ વચ્ચે હવામાં લટકતી રહી શકે. જ્યારે મંદિરની ટોચ પરથી બે પથ્થર હટાવવામાં આવ્યા તો મૂર્તિ એક સાઈડ ઝૂકી ગઈ હતી. વધારે પથરા કાઢવામાં આવતા મૂર્તિ જમીન પર પડી ગઈ હતી.

વલ્લભભાઈ પટેલે કરાવ્યો જીર્ણોદ્ધાર

આટલા વર્ષોમાં અનેક વા મુસ્લિમ રાજાઓએ આ મંદિરને તોડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ દરેક વખતે હિન્દુ રાજાઓએ તેને ફરી બંધાવીને મિસાલ કાયમ કરી છે. છેલ્લે નવેમ્બર 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે આ વિસ્તારની મુલાકાત લીધી હતી અને મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો નિર્ણય લીધો હતો. પટેલના મૃત્યુ બાદ તેના જીર્ણોદ્ધારની જવાબદારી કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લીધી હતી.

ક્યારેક સોના-ચાંદી અને ચંદનનું બનેલુ હતુ મંદિર

માન્યતા મુજબ ચંદ્ર દેવે પોતાનો શ્રાપ દૂર થતા ખુશ થઈને સોમનાથમાં સોનાનું મંદિર બંધાવ્યું હતું. ત્યાર બાદ શિવભક્ત રાવણે સોમનાથમાં ચાંદીનું મંદિર બનાવ્યુ હતુ. દ્વારકાધીશ કૃષ્ણ ભગવાને તેમના શાસન દરમિયાન ચંદનના લાકડાથી આ મંદિર બનાવડાવ્યું હોવાનો પણ ઉલ્લેખ છે.

ક્યારે થઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા?

ભારતના પ્રાચીન ગ્રંથોનું અધ્યયન કરવાથી માલૂમ પડ્યું છે કે સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેતા યુગમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના રોજ કરવામાં આવી હતી. શ્રીમદ આદ્ય જગદગુરુ શંકરાચાર્ય વેદિક શોધ સંસ્થાનના ચેરમેન સ્વામી શ્રી ગજાનંદ સરસ્વતિજીના જણાવ્યા અનુસાર લગભગ 7,99,25,105 વર્ષ પહેલા આ મંદિર પહેલી વાર બંધાયું હતુ. તેનો રેફરન્સ સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાંથી મળે છે. આ મંદિર હજારો વર્ષોથી હિન્દુઓની આસ્થાનું પ્રતીક રહ્યું છે.

મહોમ્મદ ગઝની

1024માં આ મંદિર અફઘાનિસ્તાનના સુલતા મહોમ્મદ ગઝનીએ નષ્ટ કરી નાંખ્યુ હતુ. તેણે થાર રણ પરથી આ મંદિર પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ સોલંકી રાજા ભોજ અને અણહિલવાડાના ભીમદેવ 1એ આ મંદિર 1026થી 1042 વચ્ચે ફરી બનાવડાવ્યું હતું. એ સમય મંદિર લાકડાથી બનાવડાવ્યું હતું પરંતુ પાછળથી કુમારપાળ રાજાએ પથ્થરનું મંદિર બનાવડાવ્યું હતુ.

સોમનાથ મંદિર, ૧૮૬૯

મુસ્લિમ રાજાઓનો સતત હુમલો

1296ના વર્ષમાં અલ્લાઉદ્દીન ખિલજીના સૈનિકોએ ફરી સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. ગુજરાના રાજ કરણની હાર થઈ હતી અને તેને દેશ છોડી ભાગી જવાની ફરજ પડી હતી. રાજા મહિપાલ દેવે 1308માં ફરી મંદિર બનાવડાવ્યું હતું અને લિંગનું સ્થાપન તેમના પુત્ર ખેંગારે 1326થી 1351 વચ્ચે કર્યું હતું. જો કે મહેમુદ બેગડાએ તે 1451માં ગુજરાતનો સુલતાન બન્યો ત્યારે આ મંદિર તોડી નાંખ્યુ હતુ. 1665માં ઔરંગઝેબે ફરી સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો. ડો કે પુણેના પેશ્વા રાજા ભોંસલે, કોલ્હાપુરના છત્રપતિ ભોંસલે અને રાણી અહિલ્યાબાઈ હોલકરે તથા ગ્વાલિયરના શ્રીમંત પાટિલબુવા શિંદેએ સાથે મળીને 1783માં ફરી મંદિર બંધાવ્યું હતુ.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ame Gujju Great. Any content provided by our authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…