Home National ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું નિધન

0
0
467

ભૂતપૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનું હૃદયરોગના હુમલાથી 67 વર્ષની વયે અવસાન થયું છે. મંગળવારે રાત્રે 10:45 ના તેમની તબિયત બગડતા એઇમ્સ ઈમરજન્સી વૉર્ડમાં ખસેડાયા હતા. પાંચ ડૉક્ટરોની ટીમે તેમની સારવાર શરૂ કરી હતી. એઈમ્સમાં દાખલ થયા પહેલા આશરે ત્રણ કલાક પહેલા તેમણે કલમ 370 અંગે ટ્વિટ કરી હતી કે, પ્રધાનમંત્રીજી, તમને હાર્દિક અભિનંદન. હું જીવનમાં આ જ દિવસની રાહ જોતી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને નીતીન ગડકરી, હર્ષવર્ધન સહિતના ભાજપના વરિષ્ઠ નેતાઓ મોડી રાત્રે એઈમ્સ પહોંચી ગયા હતા. આશરે એક વર્ષ પહેલા તેમણે એઈમ્સમાં કિડનીનું પ્રત્યારોપણ કરાવ્યું હતું. ત્યાર પછી તેમણે આરોગ્યના કારણસર ચૂંટણી લડવાનો ઈનકાર કર્યો હતો. આજે બપોરે લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજના પાર્થિવદેહની અંતિમવિધિ કરવામાં આવશે.

સુષ્મા સ્વરાજના નિધનથી નેતા સ્તબ્ધ

અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ દિલ્હીના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટ કર્યું હતું કે, હું ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના નિધનથી સ્તબ્ધ છું. સુષ્મા સ્વરાજને ભાજપના નેતાઓ સહિત, વડાપ્રધાન, મંત્રીઓ, રાહુલ ગાંધી સહિત વિરોધ પક્ષના નેતાઓ તથા વિવિધ દેશોના નેતાઓએ શ્રદ્ધાંજલી આપી છે.

આજે બપોરે અંતિમ સંસ્કાર કરાશે

જે.પી. નડ્ડાએ જણાવ્યું કે, આજે બુધવારે સુષ્મા સ્વરાજના પાર્થવ દેહને ભાજપ કાર્યાલય ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. જ્યાર બાદ બપોરે 3 વાગ્યે લોધી રોડ સ્મશાન ગૃહ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. 

સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાનને કારણે સંકલ્પથી સિદ્ધિ તરફ કાર્યક્રમની ઉજવણી મુલત્વી 

પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના દુઃખદ અવસાનને કારણે રાજ્ય સરકારના 3 વર્ષ સંકલ્પથી સિદ્ધિ તરફ અગ્રેસર કાર્યક્રમની ઉજવણી મુલત્વી રાખવામાં આવી છે. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આવતીકાલે બુધવારે મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજનારો મુખ્યમંત્રી સાથેનો સંવાદ મુખ્યમંત્રી સાથે મોકળા મને વાત કાર્યક્રમ પણ મુલત્વી રાખવામાં આવ્યો છે.

૬ રાજ્યના રાજકારણ માં સક્રિય હતા

  • ૧૯૭૭ માં ધારાસભ્ય હરિયાણાથી
  • ૧૯૯૬ માં સાંસદ દિલ્લીથી
  • ૧૯૯૮માં મુખ્યમંત્રી દિલ્લીથી
  • ૧૯૯૯માં બેલ્લારીમાં સોનીયા ગાંધી સામે પરાજય કર્ણાટક
  • ૨૦૦૦માં રાજ્યસભામાં સભ્ય ઉતર પ્રદેક્ષ/ ઉત્તરાખંડ
  • ૨૦૦૯ અને ૨૦૧૪ માં વિદીશાથી સાંસદ મધ્ય પ્રદેશ

અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા મામલે આજે સાંજે સુષ્મા સ્વરાજે ટ્વિટ કર્યું હતું કે, પ્રધાનમંત્રીજી, તમારા હાર્દિક અભિનંદન, હું મારા જીવનમાં આ દિવસની રાહ જોઇ રહી હતી.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ame Gujju Great. Any content provided by our authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…