Home National જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લદ્દાખ અલગ થશે

જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો લદ્દાખ અલગ થશે

0
0
538

જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી ઉથલપાથલ વચ્ચે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની મહત્વની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટૂંક સમયમાં સંસદના બન્ને ગૃહોને સંબોધિત કરવાના છે, ત્યાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સવારે 11 કલાકે અને લોકસભામાં આજે બપોરે 12 કલાકે સંબોધન કરવાના છે. અમિત શાહે રાજ્યસભામાં કાશ્મીરમાથી ધારા 370 હટાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે બાદ રાજ્યસભામાં હોબાળો થયો હતો.

  • જમ્મુ-કાશ્મીરના બે ભાગ પડ્યા
  • હવેથી જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળશે
  • જમ્મુ-કાશ્મીર હવે અલગ રાજ્ય નહી રહે
  • જમ્મુ-કાશ્મીરથી લદ્દાખને અલગ કરવામાં આવ્યું
  • જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હવે બંને કેન્દ્ર શાસિત રાજ્ય બનશે.
  • રાજ્યસભામાં PDP સાંસદે પોતાના કપડા ફાડ્યા
  • 7 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે
  • આ ભારતીય લોકતંત્ર માટે કાળો દિવસ: મહબુબા મુફ્તી
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના મુખ્યમંત્રીઓ સાથે વાત કરશે
  • સર્વદલીય બેઠક બોલાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમિત શાહના નિવેદન પર હંગામો

અમિત શાહે કહ્યું કે આ બિલ હેઠળ જમ્મુ કાશ્મીરમાં આર્થિક રૂપથી પછાત વર્ગને 10 ટકા આરક્ષણ આપવામાં આવ્યા છે. સાથે જ રાજ્યના પછાત વર્ગોના બાળકોને પણ આરક્ષણનો લાભ મળશે, તેમણે કહ્યું કે કાશ્મીરમાં લાગુ કલમ 370માં માત્ર ખંડ 1 રહેશે, અન્ય જોગવાઇને હટાવી દેવામાં આવશે. અમિત શાહના બિલ રજૂ કરવા દરમિયાન સદનમાં હંગામો થયો હતો અને વિપક્ષી સાંસદ વેલમાં આવીને નારાબાજી કરતા હતા.

જો કે કેબિનેટની બેઠકમાં કયા મુદ્દે ચર્ચા થઈ, તે વાતને ગુપ્ત રાખવામાં આવી છે. જો કે જાણવા મળી રહ્યું છે કે, કેબિનેટની આ મહત્વની બેઠકમાં કાશ્મીરને લઈને કોઈ મોટો નિર્ણય આવી શકે છે. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહ્યાં હતા. એવામાં કાશ્મીરને લઈને ચાલી રહેલ હલચલ વચ્ચે શું નિર્ણય લેવામાં આવ્યો છે, તેના પર સૌની નજર રહેશે.

અગાઉ કાશ્મીરમાં આર્ટીકલ 370 અને 35 A પર ચર્ચા ઓ વચ્ચે રવિવારે રાત્રે પરિસ્થિતિ બદલાઈ ગઈ. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફ્તી અને ઓમર અબ્દુલાને મોડી રાત્રે નજર બંધ કરવામાં આવ્યા. આ ઉપરાંત અનેક નેતાઓની અટકાયત કરવામાં આવી અથવા તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત કાશ્મીરમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને ધારા 144 લાગુ કરવામાં આવી છે.

અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો. બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે અમારું પેજ "અમે ગુજ્જુ ગ્રેટ" લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. જય જય ગરવી ગુજરાત આભાર...

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ame Gujju Great. Any content provided by our authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Comments are closed.

Check Also

સેમસંગ S21 સિરીઝ ભારતમાં લોન્ચ થયો

સેમસંગ ગેલેક્સી અનપેક્ડ 2021 પર સેમસંગ ગેલેક્સી S21 સિરીઝ ટૂંક સમયમાં ભારતીય માર્કેટમાં પ્…