આઈફોન કંપની એપલ, ટેસ્લાના CEO એલન મસ્ક, એમેઝોનના CEO જેફ બેજોસ, માઈક્રોસોફ્ટના કો ફાઉન્ડર બિલ ગેટ્સ અને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ ઉપ પ્રમુખ જો બિડેન સહિત ઘણી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટ બુધવારે હેક થયા છે. હેકર્સે ક્રિપ્ટોકરન્સી બિટકોઈન મોકલવાના નામે છેતરપિંડી કરવા માટે આવી ખ્યાતનામ હસ્તીઓના નામનો સહારો લીધો છે

Photo From Joe Biden Twitter Account

કેબ કંપની ઉબેર, અરબપતિ રોકાણકાર વોરન બફેટ અને અમેરિકાની મીડિયા સેલિબ્રિટી કિમ કર્દાશિયા વેસ્ટ સહિત અન્ય જાણીતા લોકોના ટ્વિટર એકાઉન્ટ પણ હેક કરવામાં આવ્યા છે. ટ્વિટરના CEO જેક ડોર્સીએ કહ્યું કે,આ મુશ્કેલ ઘડી છે. અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યારે સ્પષ્ટ થઈ જશે કે આ કેવી રીતે થયું છે ત્યારે અમે જાણકારી શેર કરીશું.

અમે એવા એકાઉન્ટ્સને લોક કરી દીધા છે કે જેની સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને તે મૂળ એકાઉન્ટ માલિકની ફક્ત ત્યારે જ સ્થાનાંતરિત કરીશું જ્યારે અમને ખાતરી હોય કે અમે સલામત રીતે કરી શકીએ.

વધારે પડતા વેરિફાઇડ એકાઉન્ટ્સ હેક કરવામાં આવ્યા છે.

By Ame Gujju Great

વ્હાલા મિત્રો અમારા "અમે ગુજ્જુ ગ્રેટ" પર તમારું હાર્દિક સ્વાગત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *